પત્નીએ જમીન વેચવા ન દીધી તો પતિએ પ્રાઇવેટ પાર્ટમાં કરન્ટ આપીને મારી નાખી

18 August, 2026 12:03 PM IST  |  Rampur | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના રામપુર ગામમાં જમીન-સંપત્તિના વિવાદમાં પતિએ પત્નીને કરન્ટ આપીને હત્યા કરી હોવાનો આરોપ છે. પોલીસને મહિલાના શરીર પર છ જગ્યાએ દાઝવાના નિશાન મળ્યા હતા. પતિ પત્નીની જમીન વેચવા માગતો હતો.

પત્નીએ જમીન વેચવા ન દીધી તો પતિએ પ્રાઇવેટ પાર્ટમાં કરન્ટ આપીને મારી નાખી

ઉત્તર પ્રદેશના રામપુર ગામમાં અત્યંત કંપાવી નાખે એવી ઘટના ઘટી છે. અહીં એક પતિએ પત્નીને પ્રાઇવેટ પાર્ટ સહિત શરીરમાં ૬ જગ્યાએ કરન્ટ આપીને મારી નાખી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ દર્દનાક હત્યાનું કારણ પ્રેમપ્રકરણ નહીં પણ જમીન અને સંપત્તિ હતી. પત્નીના પિયર તરફથી તેને જમીન મળી હતી. પતિ એ જમીન વેચીને રોકડી કરી લેવા માગતો હતો. જોકે પત્ની એ માટે તૈયાર નહોતી થતી. ઘણા સમય સુધી આ બાબતે તેમની વચ્ચે ઝઘડા ચાલ્યા અને જ્યારે પતિને લાગ્યું કે પત્ની નહીં જ માને ત્યારે તેને ટૉર્ચર કરવાનું શરૂ કરી દીધું. ૧૪ ઑગસ્ટની રાતે લગભગ બે વાગ્યે પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો અને વાત મારપીટ સુધી પહોંચી. પતિએ પત્નીને અર્ધનગ્ન કરીને તેના હાથ-પગ બાંધી દીધા અને પછી તેના શરીર પર ઠેર-ઠેર કરન્ટ લગાવ્યા. પત્નીની ચીસોને કારણે આસપાસના લોકો જાગી જતાં પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. શબ પર પ્રાઇવેટ પાર્ટ સહિત કુલ ૬ જગ્યાએ કરન્ટને કારણે દાઝવાના નિશાન મળી આવ્યા હતા.

uttar pradesh murder case Crime News offbeat news hatke news