બોલો, નગરસેવકોએ હાથમાં ગંગાજળ લઈને ભ્રષ્ટાચાર પણ વહેંચીને કરીશું એવા કસમ ખાધા

28 August, 2026 02:23 PM IST  |  Shahjahanpur | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નગરસેવકોનો વિવાદિત વિડિયો વાઇરલ થયો છે. ગંગાજળ હાથમાં લઈને તેઓ કથિત રીતે ભ્રષ્ટાચારની કમાણી અને કમિશન સરખે ભાગે વહેંચવાની તથા એકબીજાનો સાથ નહીં છોડવાની સોગંદ લેતા જોવા મળે છે.

બોલો, નગરસેવકોએ હાથમાં ગંગાજળ લઈને ભ્રષ્ટાચાર પણ વહેંચીને કરીશું એવા કસમ ખાધા

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના નગરસેવકોનો એક વિવાદિત વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં નગરસેવકો હાથમાં પવિત્ર ગંગાજળ લઈને સોગંદ ખાતા જોવા મળે છે. તેઓ ભ્રષ્ટાચારની કમાણી અને કમિશન તમામ સાથીઓ વચ્ચે સરખેભાગે વહેંચી લેવાની અને એકબીજા સાથે ગદ્દારી નહીં કરવાના સોગંદ લે છે. તેઓ એમ પણ કહે છે કે જો કોઈ એક પર આંચ આવશે તો બધા એકમેકના પડખે સાથે ઊભા રહેશે. આ વિડિયો સામે આવ્યા બાદ રાજકીય ગરમાટો આવી ગયો છે. 
નવાઈની વાત એ છે કે લોકો દ્વારા ચૂંટાઈને આવનારા નગરસેવકો જે જનતાની સામે નિષ્ઠાપૂર્વક કામ કરવાની સોગંદ ખાય છે તેઓ ખાનગીમાં ભ્રષ્ટાચારમાં પારદર્શિતાના કસમ ખાઈ 
રહ્યા છે. 

uttar pradesh viral videos social media offbeat news hatke news