દીકરીને રમવા મોકલીને મહિલાએ સુસાઇડ કર્યું, પગ પર લખ્યું, મૈં જા રહી હૂં દુનિયા સે, પતિ ઘરવાલોં કો ખુશ રખે

14 August, 2026 03:38 PM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

વડોદરામાં ૩૧ વર્ષની સીમાએ સાસરિયાંના કથિત ઉત્પીડન અને દહેજની માગથી કંટાળીને આત્મહત્યા કરી. ૮ મહિનાની દીકરીને પાડોશીના ઘરે રમવા મોકલીને તેણે પોતાના પગ પર અંતિમ સંદેશ લખ્યો હતો.

દીકરીને રમવા મોકલી મહિલાએ આપઘાત કર્યો, પગ પર લખ્યું- હું દુનિયા છોડી જઈ રહી છું

વડોદરામાં ૩૧ વર્ષની એક મહિલાએ હજી ૮ મહિના પહેલાં જ એક દીકરીને જન્મ આપ્યો હતો. એ પછી પણ સાસરિયાંઓના ઉત્પીડનથી પરેશાન થઈને તેણે ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સીમા નામની આ મહિલાએ મરતાં પહેલાં પોતાના જ પગ પર હિન્દીમાં લખ્યું હતું, ‘મૈં જા રહી હૂં દુનિયા સે, પતિ અપને ઘરવાલોં કો ખુશ રખે, મૈં ઔર સહન નહીં કર પાઈ.’
૨૦૨૬ના મે મહિનામાં પતિએ પ્લૉટ ખરીદવા માટે સીમા પાસે પિયરથી બે લાખ રૂપિયા લાવવાની ડિમાન્ડ કરી હતી. સીમાના પેરન્ટ્સનો આરોપ છે કે પતિ, સાસુ અને સસરા તેમની દીકરીને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતા હતા. સીમાએ ૮ મહિનાની દીકરીને પાડોશીના ઘરે રમવા માટે મૂકી હતી અને પછી ઘરે આવીને ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણે પોતાના જ શરીર પર સુસાઇડ નોટ લખી હતી કેમ કે તેને શંકા હતી કે કદાચ તેની છેલ્લી નોટ સાસરિયાંઓ પોલીસથી છુપાવી દેશે.

vadodara gujarat suicide offbeat news hatke news