વડોદરામાં ટ્રાફિક-પૉલીસ AC હેલ્મેટ પહેરીને ડ્યુટી કરે છે

16 April, 2024 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રકારની હેલ્મેટથી શરીરનું તાપમાન જાળવવામાં મદદ મળી રહે છે.

વડોદરામાં ટ્રાફિક-પોલીસના જવાનો

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પાર થઈ ગયો છે ત્યારે આકરી ગરમીમાં ટ્રાફિક-નિયમન કરતા જવાનોની સ્થિતિ પડકારજનક બની જાય છે. આવી સ્થિતિમાં રાહત આપવા માટે વડોદરામાં ટ્રાફિક-પોલીસના જવાનોને ઍૅર કન્ડિશન્ડ (AC) હેલ્મેટ આપવામાં આવી છે. આ ખાસ પ્રકારની AC હેલ્મેટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)-અમદાવાદના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ હેલ્મેટમાં બૅટરીની મદદથી કૂલિંગ રહે છે. ફુલ ચાર્જ કર્યા પછી બૅટરી ૮-૧૦ કલાક સુધી ચાલે છે. આ પ્રકારની હેલ્મેટથી શરીરનું તાપમાન જાળવવામાં મદદ મળી રહે છે. હાલ વડોદરામાં ટ્રાફિક-પોલીસના ૪૫૦ જવાનોને આ પ્રકારની હેલ્મેટ આપી છે. અગાઉ અમદાવાદમાં પણ આવી પહેલ કરવામાં આવી હતી.

offbeat videos offbeat news social media vadodara