✕

ચાલતી બાઇક પર યુવકનો ખતરનાક સ્ટન્ટ

29 November, 2026 03:34 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

યુવકના બેદરકાર વર્તનને કારણે તેની સાથે અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે. આ ઘટનાએ રસ્તા પર થતા જોખમી સ્ટન્ટ અને ટ્રાફિક-સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે.

બાઇક પર સ્ટન્ટ

બિહારમાંથી એક ખતરનાક વિડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક ચાલુ બાઇક પર સીધો ઊભો રહીને ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. યુવકની પાછળ જ એક ટ્રક પણ આવી રહી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવકના બેદરકાર વર્તનને કારણે તેની સાથે અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ શકે છે. આ ઘટનાએ રસ્તા પર થતા જોખમી સ્ટન્ટ અને ટ્રાફિક-સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે.

bihar viral videos social media road accident offbeat news