20 January, 2026 01:10 PM IST | Vietnam | Gujarati Mid-day Correspondent
બંને કિશોર
વિયેટનામમાં રહેતા બે કિશોરોએ ફુટબૉલ પર સંતુલન જાળવીને પાછળની તરફ ચાલવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. નો થિએન ફુક અને ટ્રાન ચુઆન નામના બે કિશોરોએ એકમેકનો હાથ પકડીને આ ડબલ વૉક કરી હતી. બૉલ પર સંતુલન જાળવીને સ્પીડમાં પાછળની તરફ ચાલવાની ચૅલેન્જને તેમણે સાવ જ સરળ બનાવી દીધી હતી. તેમણે ૧૫૦ મીટરનું અંતર સૌથી ઓછા સમયમાં કાપીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.