કર્મચારીએ ક્લાઇન્ટને કહી દીધું `આઇ લવ યુ` અને પછી થઈ જોવા જેવી...

28 April, 2025 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral: એક કર્મચારીએ ક્લાઈન્ટ સાથેની વાતચીતના અંતે ભૂલથી `લવ યુ` કહી દીધું. આ અજીબોગરીબ ઘટના હૃદયસ્પર્શી વાતચીતમાં ફેરવાઈ ગઈ જેણે માત્ર કર્મચારીને જ નહીં પરંતુ હજારો રેડિટ યુઝર્સને પણ જીવનમાં પ્રેમ હોવું કેટલું મહત્ત્વપૂર્ણ છે તેનો પાઠ આપ્યો.

રેડિટ પર વાયરલ થતી પોસ્ટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

એક કર્મચારીએ ક્લાઈન્ટ સાથેની વાતચીતના અંતે ભૂલથી `લવ યુ` કહી દીધું. આ ચોંકાવનારી ઘટના એક હૃદયસ્પર્શી વાતચીતમાં ફેરવાઈ ગઈ જેણે માત્ર કર્મચારીને જ નહીં પરંતુ હજારો રેડિટ યુઝર્સને પણ એક માણસના જીવનમાં પ્રેમ હોવું કેટલું મહત્ત્વપૂર્ણ છે તેનો પાઠ આપ્યો.

લોકપ્રિય સબરેડિટ `MadeMySmile` પર પોતાની વાત શૅર કરતાં, કર્મચારીએ ક્લાઈન્ટ તરફથી મળેલા એક હૃદયસ્પર્શી ઇમેઇલનો સ્નૅપશૉટ પોસ્ટ કર્યો. ગુસ્સે થવા કે અસ્વસ્થ હોવાને બદલે, ક્લાઈન્ટે દયા અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ બતાવી. ટૂંકા પણ અર્થપૂર્ણ સંદેશમાં ક્લાઈન્ટે કૉલ પછી હસવા બદલ માફી માગી અને કર્મચારીની આ ભૂલ પર એક સુંદર દ્રષ્ટિકોણ રજૂ કર્યો. "તમે આ શબ્દો આટલી સરળ રીતે, ખચકાટ વિના કહી શકો છો, તે તમારા જીવન વિશે ઘણું જણાવે છે" ક્લાઈન્ટે લખ્યું. "મને ખુશી છે કે તમારા જીવનમાં આટલો બધો પ્રેમ છે કે આ પ્રતિભાવ તમારામાં સ્વાભાવિક રીતે આવે છે." તમને આ ભૂલ કરવા બાદ શરમ ન આવવી જોઈએ પણ તમને ગર્વ થવો જોઈએ કે તમારા જીવનમાં આટલો બધો પ્રેમ છે." ક્લાઈન્ટના વિચારશીલ પ્રતિભાવથી કર્મચારી જ નહીં પરંતુ રેડિટ યુઝર્સને પણ આ પોસ્ટ વાંચીને ખુશી થઈ.

Accidentally said "Love you!" at the end of a call with an important client yesterday. I heard him giggle as I hung up, and I was mortified. Today, I saw he emailed me this:
byu/ButterscotchButtons inMadeMeSmile

પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ, જેના પર 111,000 થી વધુ લાઈક્સ અને અસંખ્ય કમેન્ટ્સ આવી. રેડિટર્સ કર્મચારી અને ક્લાઈન્ટની વાતચીતથી ખૂબ જ ખુશ થયા. ઘણા લોકોએ ક્લાઈન્ટના સૌજન્ય અને સમજણની પ્રશંસા કરી, અને તેની લાગણીઓ સાથે સંપૂર્ણપણે સંમત થયા. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું કે, "ક્લાઈન્ટે તેની વાત ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. અને તેની વાત સૌ-ટકા સાચી છે. આટલો પ્રેમ અને આવા નસીબ બધાને મળે. કારણ કે મારા જેવા ઘણા લોકો માટે, `લવ યુ` કહેવું સ્વાભાવિક નથી" બીજા એક યુઝરે ક્લાઈન્ટની ભાવનાત્મક બુદ્ધિમત્તાની પ્રશંસા કરી, અને તેના પ્રતિભાવને `નમ્ર` ગણાવ્યું.

અન્ય લોકોએ આવી જ ભૂલોના પોતાના અનુભવો શૅર કરતા કહ્યું કે ઘરેથી કામ કરવાથી ઘણીવાર વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચેની રેખાઓ ઝાંખી પડી જાય છે. એક યુઝરે મજાકમાં કહ્યું, "જ્યારે તમે વર્ક ફ્રૉમ હૉમ કરો અને તમારી પત્ની, જીવનસાથી અથવા બાળકો તમારી આજુ બાજુ હોય, ત્યારે આવી ભૂલો થાઈ છે. 99 ટકા લોકોને તે રમુજી અથવા સુંદર લાગે છે, અને ઘણા લોકો સ્વીકારે છે કે તેમના થી પણ આવી ભૂલો થઈ છે. હું IT કોન્ટ્રાક્ટ અને સપ્લાયર મૅનેજમેન્ટમાં કામ કરું છું અને આ સેક્ટરમાં આવી ભૂલો ખૂબ સામાન્ય છે!"

ત્યારબાદ આ આખી પોસ્ટ જોક્સનો સંગ્રહ બની ગઈ. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું કે "મારી સાથે પણ આવી એક ઘટના બની હતી. મારા એક કો-વર્કરે ફોન રાખતા પહેલા કહ્યું `લવ યુ`. અચાનક શાંતિ છવાઈ ગઈ, અમે બંને આગળ કઈ જ ન બોલ્યા અને કોઈએ ફોન પણ ન કાપ્યો. પછી તેણે કહ્યું `મારી પત્નીને ના કહેજો!` અમે બંને ખૂબ હસ્યા અને આખરે ફોન કાપી નાખ્યો."

આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે ક્યારેક, સાચી લાગણીઓ, ભલે ખોટી રીતે કે ભૂલથી વ્યક્ત કરવામાં આવે, શરમજનક નથી હોતી. એવી દુનિયામાં જ્યાં માણસ લોકોની આજુ-બાજુ હોવા છતાં એકલતા અનુભવે છે, ત્યાં આ નાની ભૂલ હૂંફ, દયા અને માનવીય જોડાણને દર્શાવે છે.

viral videos social media instagram facebook youtube corporate career tips offbeat news