25 April, 2024 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાણીતા યુટ્યુબર ડેઇલી મૅક્સની તસવીર
‘સર જો તેરા ચકરાએ...’ ટાઇપની સિચુએશન હોય ત્યારે તેલચંપી મગજને શાંત કરવાનો અકસીર ઉપાય માનવામાં આવે છે. આપણે ત્યાં આ નવી વાત નથી, પણ હાલમાં દિલ્હીમાં એક અમેરિકન યુટ્યુબરે તેલચંપી કરાવ્યા પછીનો આહ્લાદક અનુભવ શૅર કર્યો હતો. ડેઇલી મૅક્સ નામે જાણીતા આ યુટ્યુબરે દિલ્હીના નેહરુ પ્લેસ એરિયામાં રસ્તાની સાઇડ પર દુકાન લગાવનાર બાર્બર પાસે ચંપી કરાવી હતી. મોહમ્મદ વારિસ નામના બાર્બરના હાથની ચંપી કરાવ્યા બાદ મૅક્સે કહ્યું કે હું જાણે સ્પેસમાં જઈને પાછો આવ્યો હોય એવો અનુભવ થયો. મૅક્સે પોતાના વિડિયો શૂટ કરીને આ અનુભવ ફૉલોઅર્સ સાથે શૅર કર્યો હતો. સાથે જ તેણે ઉદારતાથી વારિસને સારા પૈસા આપ્યા હતા.