૧૦૦ કિલોમીટર સુધી માલગાડીનાં બે વ્હીલ વચ્ચે ફસાયેલો રહ્યો છોકરો

24 April, 2024 11:37 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

બાળકને બહાર કાઢીને તેને ચાઇલ્ડ કૅરમાં સોંપવામાં આવ્યો હતો.

વાઇરલ વિડિયોની તસવીર

ઉત્તર પ્રદેશમાં માલગાડીનાં પૈડાં વચ્ચે ફસાયેલા એક ભૂલકાને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. રેલવે ટ્રૅક પાસે રહેતો છોકરો રમતાં-રમતાં માલગાડી પર પહોંચી ગયો હતો. માલગાડી ચાલવા લાગતાં તે ઊતરી શક્યો નહોતો અને બે પૈડાં વચ્ચે ફસાઈ ગયો હતો. છોકરો લગભગ ૧૦૦ કિલોમીટર સુધી આ જ સ્થિતિમાં રહ્યો હતો અને તેને હરદોઈ જિલ્લામાંથી બચાવવામાં આવ્યો હતો. અધિકારીઓ સહિત સ્થાનિકોને પણ એ વાતની નવાઈ લાગી હતી કે બળબળતી ગરમીમાં અને ટ્રેનના વ્હીલસેટ્સ વચ્ચે આ બાળક કેવી રીતે આટલો સમય રહી શક્યો. બાળકને બહાર કાઢીને તેને ચાઇલ્ડ કૅરમાં સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડિયો કોઈએ સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો જેના પર લોકોએ કમેન્ટ કરીને પોલીસ-કર્મચારીની સતર્કતાની પ્રશંસા કરી હતી.

offbeat videos offbeat news social media