કૉફીના એક કપ માટે તમે ૨૭,૦૦૦ રૂપિયા ચૂકવશો?

19 April, 2024 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કૉફી બીન્સ કે બૅગનો ભાવ ૧૪૮૦  પાઉન્ડ એટલે કે અંદાજે ૧.૫૫ લાખ રૂપિયાથી વધારે હોય છે

પ્રતીકાત્મક તસવીર

લંડનમાં મેફેર બરિસ્તા નામના કૉફી શૉપમાં કૉફીની ચૂસ્કી મેળવવા માટે વજનદાર બૅન્ક-બૅલૅન્સ અનિવાર્ય છે, કારણ કે અહીં બ્રિટનની સૌથી  મોંઘી કૉફી મળે છે. આ શૉપમાં કૉફીના એક કપની કિંમત ૨૬૫ પાઉન્ડ એટલે કે અંદાજે ૨૭,૦૦૦ રૂપિયા છે. આટલી ઊંચી કિંમત પાછળનું કારણ એ છે કે આ કપ  માટેનાં કૉફી બીન્સ જપાનના ઓકિનાવા ટાપુ પર આવેલા નાકાયામા નામની જગ્યાએથી મગાવવામાં આવે છે. આ ટાપુ પર વિશ્વનાં શ્રેષ્ઠ કૉફી બીન્સ પાકે છે. આ કૉફી બીન્સ કે બૅગનો ભાવ ૧૪૮૦  પાઉન્ડ એટલે કે અંદાજે ૧.૫૫ લાખ રૂપિયાથી વધારે હોય છે. સ્વાભાવિકપણે જ ઘણા ઓછો લોકો આટલી મોંઘી કૉફી ઑર્ડર કરતા હોય છે. કૉફી શૉપના સ્ટાફના જણાવ્યા પ્રમાણે સપ્તાહમાં માંડ બે કે ત્રણ લોકો આ કૉફી પીવાનું પસંદ કરે છે. 

offbeat videos offbeat news london