ભારતમાં ૧૫૦ રૂપિયા ભાડું હોય એવી ફ્લાઇટ પણ છે

16 April, 2024 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે બુકિંગ કરતી વખતે બેઝફેર સિવાય અન્ય ચાર્જ પણ ચૂકવવો પડે છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં એવા પણ કેટલાક રૂટ્સ છે જ્યાં વિમાનભાડું ૧૦૦૦ રૂપિયાથી પણ ઓછું છે. આવો જ એક રૂટ આસામમાં લીલાબારીથી તેજપુરનો છે. આ રૂટની ફ્લાઇટનો બેઝફેર માત્ર ૧૫૦ રૂપિયા છે. માન્યામાં ન આવે એટલાં ઓછાં ભાડાં ધરાવતી ફ્લાઇટ્સ કેન્દ્ર સરકારની રીજનલ કનેક્ટિવિટી સ્કીમ હેઠળ ચાલે છે. આ સ્કીમ હેઠળ ઍરલાઇન્સને ફ્લાઇટ શરૂ કરવા માટે સરકાર વિવિધ રાહત આપે છે જેને કારણે તેઓ ઓછાં ભાડાંમાં ફ્લાઇટ્સ ઑપરેટ કરે છે. એક ટ્રાવલ પોર્ટલ દ્વારા કરવામાં આવેલી ઍનૅલિસિસ અનુસાર બાવીસ રૂટ્સ પર બેઝફેર ૧૦૦૦થી પણ ઓછું છે જેમાં સૌથી ઓછો બેઝફેર ધરાવતો રૂટ લીલાબારી-તેજપુરનો છે. જોકે બુકિંગ કરતી વખતે બેઝફેર સિવાય અન્ય ચાર્જ પણ ચૂકવવો પડે છે.

offbeat videos offbeat news social media