અમદાવાદ ઍરપોર્ટનો ક્લીનિંગ રોબો ૧ કલાકમાં ૧૩ હજાર સ્ક્વેર ફીટ વિસ્તારની સફાઈ કરી આપે છે

26 April, 2024 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍરપોર્ટ પર આવા ચાર રોબો મૂકવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સફાઈ કરવા માટે ઇન્ટેલિજન્ટ ક્લીનિંગ રોબોને ડ્યુટી સોંપવામાં આવી છે. આ રોબો જસ્ટ એક કલાકમાં ૧૩ હજાર સ્ક્વેર ફીટ વિસ્તારની સફાઈ કરે છે એટલું જ નહીં, માત્ર એક વાર ચાર્જ કર્યા પછી આ રોબો કોઈ પણ જાતનો ઘોંઘાટ કર્યા વિના ૮ કલાક સુધી કામ કરી શકે છે. ઍરપોર્ટ પર આવા ચાર રોબો મૂકવામાં આવ્યા છે.

offbeat videos offbeat news ahmedabad