આ ટૅબ્લેટ છે કે પછી લૅન્ડલાઇન ફોન?

03 December, 2021 08:40 AM IST  |  Berlin | Gujarati Mid-day Correspondent

ટ્વિટર પર હાલમાં એક ઉપકરણ મૂકવામાં આવ્યું છે જે જૂના અને નવા ફોનનું વર્ણસંકર વર્ઝન છે

ટૅબ્લેટ છે કે પછી લૅન્ડલાઇન ફોન?

એક સમય હતો જ્યારે ઘરમાં લૅન્ડલાઇન ફોન હોવો એ પ્રતિષ્ઠાની નિશાની ગણાતી હતી અને એનો નંબર સગાંસંબંધીઓમાં હોશભેર એમ કહીને આપવામાં આવતો હતો કે અમારા બાજુમાં લૅન્ડલાઇન ફોન છે. જોકે હવે લૅન્ડલાઇનને પહેલાં જેટલું મહત્ત્વ નથી મળતું. ઘરના પ્રત્યેક સભ્યના હાથમાં મોબાઇલ કે ટૅબ્લેટ હોવાથી સામાન્ય માણસો માટે તો લૅન્ડલાઇન વધારાનો ખર્ચ બની રહે છે. ટ્વિટર પર હાલમાં એક ઉપકરણ મૂકવામાં આવ્યું છે જે જૂના અને નવા ફોનનું વર્ણસંકર વર્ઝન છે. 
જર્મનીના બર્લિન શહેરની નિક્કી ટૉન્સ્કીએ એક ગૅજેટનો ફોટો શૅર કર્યો છે, જે પહેલી નજરે તો ટૅબ્લેટ જેવું લાગે, પરંતુ એની સાથે એક બાજુએ ટેલિફોનનું રિસીવર જોડાયેલું છે. આ ઉપકરણની ડિસ્પ્લે સ્ક્રીન પર વૉટ્સઍપથી માંડીને વીચૅટ જેવી નવા જમાનાની ઍપ અને કૅમેરા, વૉઇસ રેકૉર્ડર તથા વેબ બ્રાઉઝરના આઇકૉન્સ દર્શાવાયાં છે. નવા અને જૂના ટેલિફોનના સુલભ સંયોગ સમાન આ ઉપકરણે માઇક્રો-બ્લૉગિંગ સાઇટ્સ પર ૧૦ લાખ લાઇક્સ મેળવી છે. જૂની લૅન્ડલાઇનની જેમ એક સ્થાન પર મૂકી રાખવાને બદલે આ ગૅજેટનો ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

offbeat news international news germany