મહિલાઓ સાથે સંકળાયેલા ચોક્કસ પ્રોફેશનનો આવો અનુવાદ કરવા જબરી ક્રીએટિવિટી જોઈએ

11 May, 2025 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ એક ફોટો શૅર કરવામાં આવ્યો છે. એમાં અમુક અંગ્રેજી શબ્દોના હિન્દી અનુવાદ કરવામાં આવ્યા છે. ખૂબ જ હળવા અંદાજમાં મુકાયેલી આ પોસ્ટમાં મહિલાઓના વિવિધ અંગ્રેજી પ્રોફેશનને હિન્દીમાં શું કહેવાય એ લખવામાં આવ્યું છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

ઇન્સ્ટાગ્રામ પર khushburathaur12 નામના અકાઉન્ટ પર એક ફોટો શૅર કરવામાં આવ્યો છે. એમાં અમુક અંગ્રેજી શબ્દોના હિન્દી અનુવાદ કરવામાં આવ્યા છે. ખૂબ જ હળવા અંદાજમાં મુકાયેલી આ પોસ્ટમાં મહિલાઓના વિવિધ અંગ્રેજી પ્રોફેશનને હિન્દીમાં શું કહેવાય એ લખવામાં આવ્યું છે. એમાં ઍર હૉસ્ટેસ, નર્સ, લેડી ટીચર, મેઇડ અને વાઇફનું હિન્દી શું થાય એ લખવામાં આવ્યું છે. ઍર હૉસ્ટેસ એટલે હવાઈ સુંદરી, નર્સ એટલે દવાઈ સુંદરી, લેડી ટીચર એટલે પઢાઈ સુંદરી, મેઇડ એટલે સફાઈ સુંદરી અને વાઇફ એટલે લડાઈ સુંદરી લખ્યું હતું. વાઇફ માટે જે અનુવાદ કરવામાં આવ્યો એના પર સોશ્યલ મીડિયા હિલોળે ચડ્યું છે. ત્રણ દિવસમાં ૪૩ લાખથી વધુ વ્યુઝ અને જાતજાતની રસપ્રદ કમેન્ટ્સ સાથે પોસ્ટ જબરી વાઇરલ થઈ છે. જોકે એક કમેન્ટમાં તો બીજા બે શબ્દો ઉમેરવામાં આવ્યા છે. યુઝરે લખ્યું છે કે એમાં બે ચીજો ઉમેરવી જોઈએ : એક પુલિસવાલી માટે પિટાઈ સુંદરી અને વકીલ સાહિબા માટે ફાંસી દિલવાઈ સુંદરી લખવું જોઈએ. 

social media viral videos instagram offbeat videos offbeat news