ટ્રેનની બારી પાસેથી ફોન ચોરવા ગયેલો ચોર ખુદ ઝડપાઈ ગયો

22 April, 2026 02:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે. ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી હોય ત્યારે બારી પાસે મોબાઇલ લઈને વાત ન કરવી જોઈએ એવું ઘણી વાર કહેવાયું છે, કેમ કે ગઠિયાઓ ચીલઝડપે મોબાઇલ ઝાપટીને ભાગી જતા હોય છે.

ટ્રેનની બારી પાસેથી ફોન ચોરવા ગયેલો ચોર ખુદ ઝડપાઈ ગયો

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે. ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી હોય ત્યારે બારી પાસે મોબાઇલ લઈને વાત ન કરવી જોઈએ એવું ઘણી વાર કહેવાયું છે, કેમ કે ગઠિયાઓ ચીલઝડપે મોબાઇલ ઝાપટીને ભાગી જતા હોય છે. જોકે તાજેતરમાં જે વિડિયો વાઇરલ થયો છે એમાં એક મહિલાની જબરદસ્ત સતર્કતાએ ચોરની જબરી વલે કરી નાખી છે. આ યુવક સળિયા વિનાની ઇમર્જન્સી વિન્ડો પાસે ફોન પર વાત કરી રહેલી એક મહિલાનો ફોન ઝાપટવા જાય છે ત્યારે પેલી મહિલા ફોન તો નથી જ છોડતી, પરંતુ ફોન ઝાપટવા માટે આવેલા ચોરના હાથને પણ પકડી લે છે. હાથ પકડીને સૂકલકડી ચોરને ટ્રેનની અંદર ખેંચી લે છે અને પછી અન્ય મુસાફરો મળીને તેને મસ્ત મેથીપાક ચખાડે છે. માંડ-માંડ મુસાફરોની પકડ છોડાવીને ચોર ઊભી પૂંછડીએ ભાગે છે. 

offbeat news social media viral videos indian railways railway protection force Crime News