ચકરાવે ચડી જવાય એવી સ્કૂટી કોણે બનાવી છે?

12 July, 2025 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર હાલમાં જ એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક સ્કૂટીસવાર સ્કૂટી ચલાવતો જોવા મળે છે. જોકે રસ્તા પરનાં તમામ વાહનોનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે, જ્યારે આ સ્કૂટીનું હૅન્ડલ દેખાઈ રહ્યું છે અને એ રિવર્સમાં ચાલી રહી હોય એવું લાગે છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

સોશ્યલ મીડિયા પર હાલમાં જ એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક સ્કૂટીસવાર સ્કૂટી ચલાવતો જોવા મળે છે. જોકે રસ્તા પરનાં તમામ વાહનોનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો છે, જ્યારે આ સ્કૂટીનું હૅન્ડલ દેખાઈ રહ્યું છે અને એ રિવર્સમાં ચાલી રહી હોય એવું લાગે છે. અધૂરામાં પૂરું, એના પર સવાર થયેલી વ્યક્તિની પીઠ પણ હૅન્ડલ તરફ છે. તો પછી સ્કૂટી ખરેખર ચાલે છે કઈ રીતે?

આ વિડિયોમાં કૅમેરા આગળની તરફ આવે છે ત્યારે ખબર પડે છે કે પાછળની સીટ પાસે એક હૅન્ડલ જેવું બનાવવામાં આવ્યું છે જેના થકી સ્કૂટી ચાલી રહી છે. શું આ શક્ય છે ખરું? આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં આવાં કોઈ પણ ગતકડાનાં વિડિયો વાઇરલ થાય ત્યારે સૌથી પહેલાં શંકા જાય કે આ સાચું હશે કે નહીં?

social media viral videos instagram twitter offbeat videos offbeat news