માતા-પિતાએ નવજાત બાળકને રોડ પર ફેંકી દીધું, રખડુ કૂતરાઓએ આખી રાત તેની રખેવાળી કરી

04 December, 2025 10:40 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

રખડુ કૂતરાઓએ આખી રાત તેની રખેવાળી કરી

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક નવજાત શિશુને લાવારિસ હાલતમાં છોડી દેવામાં આવ્યું હતું. થોડાક કલાકો પહેલાં જ જન્મેલા બાળકને ધાબળામાં લપેટીને રોડના કિનારે ફેંકી દેવામાં આવ્યું હતું. શહેરની રેલવે કૉલોનીના બાથરૂમની સામે ધાબળામાં વીંટાઈને પડેલું બાળક કડકડતી ઠંડીમાં રડતું રહ્યું હતું. જોકે રડતા બાળકને જોઈને રખડુ કૂતરાઓ ભેગા થઈ ગયા હતા અને તેની ફરતે વીંટળાઈ વળ્યા હતા અને રાતભર ત્યાં જ બેસી રહ્યા હતા. સવારે જ્યારે લોકોની નજર પડી ત્યારે કૂતરાઓ સર્કલ બનાવીને આ બાળકની આસપાસ સૂતેલા જોવા મળ્યા હતા. લોકોએ અવાજ કરીને પહેલાં કૂતરાઓને જગાડ્યા હતા અને પછી પાસેના ધાબળામાં વીંટળાયેલા બાળકને લઈને હૉસ્પિટલમાં ભરતી કર્યું હતું. પોલીસ હવે તરછોડાયેલા બાળકના પેરન્ટ્સની શોધ ચલાવી રહી છે. 

offbeat news international news world news west bengal