પૂર અને ભૂસ્ખલન પછી આખી ટ્રેન ભૂગર્ભમાં

18 August, 2021 11:11 AM IST  |  Salzburg | Gujarati Mid-day Correspondent

યુરોપના ઑસ્ટ્રિયા દેશમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યાં છે

તસવીર: એ.એફ.પી.

યુરોપના ઑસ્ટ્રિયા દેશમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યાં છે અને એવામાં સેલ્ઝબર્ગ શહેર નજીક વૉલ્ડ પિન્જગો નામના નગરમાં તો હાલત અભૂતપૂર્વ છે. ત્રણ દિવસથી જર્મનીની સરહદ નજીકના આ નગરમાં વંટોળ અને ભેખડ ધસી પડવાના ઘણા બનાવ બન્યા છે અને એમાંની એક ઘટનામાં તો અસંખ્ય મકાનોની જેમ એક આખી ટ્રેન પૂરનાં પાણીમાં અને કાટમાળમાં દટાઈ ગઈ હતી. દેશમાં હજી પણ ભારે વરસાદથી સ્થિતિ ખરાબ છે. 

offbeat news international news austria