પાડોશીઓને ખુશ કરવા માટે માર્ક ઝકરબર્ગે શા માટે ફ્રીમાં હેડફોન્સ વહેંચવાનું શરૂ કર્યું?

29 December, 2025 11:29 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ફેસબુકના કો-ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગે પોતે જે વિસ્તારમાં રહે છે એની આસપાસના પાડોશીઓને નૉઇસ કૅન્સલેશન હેડફોન્સ આપવાનું શરૂ કર્યું છે.

માર્ક ઝકરબર્ગ

ફેસબુકના કો-ફાઉન્ડર અને CEO માર્ક ઝકરબર્ગે પોતે જે વિસ્તારમાં રહે છે એની આસપાસના પાડોશીઓને નૉઇસ કૅન્સલેશન હેડફોન્સ આપવાનું શરૂ કર્યું છે. એનું કારણ એ છે કે તેમના ઘરની આસપાસ લાંબા સમયથી કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. કન્સ્ટ્રક્શનને કારણે ખૂબ જોરથી મશીનોની ઘરઘરાટી અને અવાજો આવ્યા કરે છે. એને કારણે પાડોશીઓને પરેશાની થતી હશે એ વિચારીને માર્ક ઝકરબર્ગે તેમને ઘરે જઈને નૉઇસ કૅન્સલિંગ હેડફોન્સ વહેંચ્યાં હતાં. માર્ક ઝકરબર્ગનું કહેવું હતું કે આ એક પ્રકારે તેમને પડતી અગવડ માટે માફી માગવાની રીત હતી. ઝકરબર્ગ પાલો ઍલ્ટો શહેરમાં રહે છે અને આ ટેક કંપનીઓનું મોટું હબ છે. આ વિસ્તાર પહેલાં શાંત, સાફ અને હરિયાળીથી ભરેલો હતો. અહીં રહેતા લોકોને શાંતિ ખૂબ પસંદ હતી, પરંતુ થઈ રહેલા ડેવલપમેન્ટને કારણે અવાજનું પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે માર્ક ઝકરબર્ગે હેડફોન્સ આપીને લોકોને ખુશ કરી દીધા છે. 

offbeat news mark zuckerberg facebook international news world news