સોશ્યલ મીડિયા પર વાઇરલ ટ્રેન્ડ દો જૂન કી રોટી સબકો નસીબ નહીં હોતી

03 June, 2026 02:31 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

એક મીમ છે કે – આજે કોઈ પરાઠા, નાન કે પૂરી નહીં ખાય, આજે બધા રોટી ખાશે કેમ કે આજે બીજી જૂન છે અને દો જૂન કી રોટી સબકો નસીબ નહીં હોતી

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં એક-બે વર્ષથી દર વર્ષે બીજી જૂને સોશ્યલ મીડિયા પર ‘દો જૂન કી રોટી’ ટ્રેન્ડ વાઇરલ થાય છે. દર વર્ષની જેમ આ વખતે પણ ગઈ કાલે મીમ્સ અને મજેદાર પોસ્ટની ભરમાર સોશ્યલ મીડિયા પર જોવા મળી હતી. સોશ્યલ મીડિયા પર જાણે પૂર આવ્યું હોય એમ ‘દો જૂન કી રોટી’નો નારો ગૂંજી ઊઠ્યો હતો. આ વાઇરલ ટ્રેન્ડનું કારણ શું છે? એ કારણ સમજવા ‘દો જૂન કી રોટી’નો મતલબ શું થાય એ સમજીએ. પહેલી વાત તો એ છે કે આ કહેવત બિહાર અને ઉત્તર પ્રદેશમાં બહુ ફેમસ છે. બીજું એમાં જૂનનો મતલબ જૂન મહિનો નથી. અવધી કે ભોજપુરી ભાષામાં જૂનનો મતલબ થાય પહોર અથવા તો ટંક. એના પરથી જ કહેવત બની છે દો જૂન કી રોટી. મતલબ કે બે ટંકનું ભોજન. બોલવા અને લખવામાં જૂનનો મતલબ મહિનાના જૂન જેવો લાગતો હોવાથી દર વર્ષે જૂન મહિનાની બીજી તારીખે આ કહેવતની આસપાસ અનેક મીમ્સ ફરતાં થઈ જાય છે.

એક મીમ છે કે – આજે કોઈ પરાઠા, નાન કે પૂરી નહીં ખાય, આજે બધા રોટી ખાશે કેમ કે આજે બીજી જૂન છે અને દો જૂન કી રોટી સબકો નસીબ નહીં હોતી. 

offbeat news india uttar pradesh social media