સોના કરતાં પણ કીમતી છે આ પક્ષીની લાળ : સ્વિફ્ટલેટની લાળમાંથી બનાવાયેલા માળાનો સૂપ છે હેલ્ધી

01 July, 2026 05:08 PM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

સોના કરતાં પણ કીમતી છે આ પક્ષીની લાળ : સ્વિફ્ટલેટની લાળમાંથી બનાવાયેલા માળાનો સૂપ છે હેલ્ધી, કુદરતે દુનિયામાં એવા અસંખ્ય જીવોનું સર્જન કર્યું છે જેઓ પોતાની અનોખી વિશેષતાઓ માટે જાણીતા છે.

સોના કરતાં પણ કીમતી છે આ પક્ષીની લાળ : સ્વિફ્ટલેટની લાળમાંથી બનાવાયેલા માળાનો સૂપ છે હેલ્ધી

કુદરતે દુનિયામાં એવા અસંખ્ય જીવોનું સર્જન કર્યું છે જેઓ પોતાની અનોખી વિશેષતાઓ માટે જાણીતા છે. આવું જ એક અદ્ભુત પક્ષી છે સ્વિફ્ટલેટ, જેનો માળો આજના સમયમાં સોના કરતાં પણ વધુ મોંઘા ભાવે વેચાય છે. સામાન્ય રીતે પક્ષીઓ તણખલાં, પાંદડાં કે સળીઓ ભેગી કરીને માળો બનાવતાં હોય છે; પરંતુ સ્વિફ્ટલેટ પક્ષી તણખલાંથી નહીં પણ પોતાની લાળ વડે માળો તૈયાર કરે છે જે હવાના સંપર્કમાં આવતાં જ સુકાઈને એકદમ કડક અને નક્કર બની જાય છે.

ઇન્ટરનૅશનલ માર્કેટમાં, ખાસ કરીને એશિયાના દેશોમાં આ માળાની કિંમત આસમાને છે. એક કિલો માળાની કિંમત લાખો રૂપિયામાં બોલાય છે. ચીન, હૉન્ગકૉન્ગ અને સિંગાપોર જેવા દેશોમાં આ માળાનો ઉપયોગ ખાસ પ્રકારનો બર્ડ નેસ્ટ સૂપ બનાવવામાં થાય છે. આ સૂપને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી, ત્વચાને ચમકદાર રાખનાર અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર માનવામાં આવે છે. આ જ કારણે વિદેશની મોંઘી રેસ્ટોરાંમાં અમીર લોકો આ સૂપ પીવાનું ખૂબ પસંદ કરે છે.

સ્વિફ્ટલેટ પક્ષી પોતાના કપ આકારના માળા દરિયાકિનારાની ઊંચી ગુફાઓ, અંધારાવાળી જગ્યાઓ અને પહાડી ખડકો પર બનાવે છે. સદીઓ જૂની ચીની પરંપરામાં આ માળાના સૂપનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે એમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, અમીનો ઍસિડ અને મિનરલ્સ મળી આવે છે. એને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ટૉનિક માનવામાં આવે છે.

singapore hong kong offbeat news international news world news