07 May, 2025 12:07 PM IST | Coimbatore | Gujarati Mid-day Correspondent
કૅમેરામાં કેદ થયેલી ઘટના
શનિવારે કોઇમ્બતુર શહેરથી દૂર-દૂરના વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શૉપમાં એક હરણ ઘૂસી આવ્યું હતું. અચાનક જંગલનું ગભરુ પ્રાણી શૉપમાં ઘૂસી આવતાં કર્મચારીઓ પણ બઘવાઈ ગયા હતા. થોડીક મિનિટ આમતેમ જોયા પછી બારસિંગા હરણ ઝટપટ દુકાનમાંથી બહાર ભાગી ગયું હતું. આ હરણ ક્યાંથી આવ્યું અને ક્યાં ગાયબ થઈ ગયું એની ખબર પડી નહોતી. જોકે દુકાનની બહારના કૅમેરામાં આ ઘટના કેદ થઈ ગયેલી.