એ લુપ્ત પ્રાચીન ઍનિમલને ફરી જીવંત કરવામાં આવશે?

16 September, 2021 12:56 PM IST  |  Mumbai | Agency

હવે આ નવી કંપની લાંબા સમયથી વિલુપ્ત થયેલાં પ્રાણીઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોલોસલને તેના આ કાર્ય માટે દોઢ કરોડ ડૉલરનું ફંડિંગ મળ્યું છે. 

એ લુપ્ત પ્રાચીન ઍનિમલને ફરી જીવંત કરવામાં આવશે?

વુલી મૅમથ એ મૅમથ પ્રજાતિનું સૌથી છેલ્લું મનાતું એક મહાકાય હાથી જેવું પ્રાણી છે જે લગભગ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયું હતું. એમનું કદ આફ્રિકન હાથી જેટલું હોય છે. એમાં નર મૅમથનું કદ લગભગ ૨.૭થી ૩.૪ મીટર જેટલું હોય છે. આ મૅમથ પ્રાચીનકાળના મનુષ્યના સમયમાં પણ હતાં, જેમનાં હાડકાં અને દાંતનો ઉપયોગ મનુષ્યો હથિયારો, રહેઠાણ અને કળા માટે કરતા હતા. 
સંશોધકો અને પુરાતત્ત્વવિદો દ્વારા માનવો મૅમથ વિશે એનાં અશ્મિ, કંકાલ તેમ જ અન્ય અવશેષોની મદદથી થોડું જ જાણી શક્યો છે. જોકે હવે આ નવી કંપની લાંબા સમયથી વિલુપ્ત થયેલાં પ્રાણીઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કોલોસલને તેના આ કાર્ય માટે દોઢ કરોડ ડૉલરનું ફંડિંગ મળ્યું છે. 
ડીએનએ સિક્વન્સિંગ એક સીમાચિહન સમાન છે જે વિશ્વને એક નવો અનુભવ આપશે. પ્રારંભિક રીતે હાથીના ડીએનએને એના ઐતિહાસિક  પુરોગામી જેવા જ બનાવવાની કોશિશ કરવામાં આવશે ત્યાર બાદ તેઓ હાથી જેવા મૅમથ તૈયાર કરશે. 

offbeat news