✕

રંગકામ કરવા આવેલા રંગારા સાથે પ્રેમ થઈ ગયો એટલે પત્નીએ અકસ્માત કરાવીને પતિને મોતને ઘાટ ઉતાર્યો

22 October, 2026 03:40 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના વિજયપુરામાં એક પત્નીએ રંગારાના પ્રેમમાં પડીને તેની સાથે મળીને પતિને પતાવી દીધો. પોલીસને ૪ ઑક્ટોબરે ૪૨ વર્ષના રાજશેખર નામના માણસનો મૃતદેહ મળ્યો હતો. દેખીતી રીતે તો રાજશેખરનું મૃત્યુ કારના અકસ્માતમાં થયું હતું.

પત્ની અને પ્રેમી

કર્ણાટકના વિજયપુરામાં એક પત્નીએ રંગારાના પ્રેમમાં પડીને તેની સાથે મળીને પતિને પતાવી દીધો. પોલીસને ૪ ઑક્ટોબરે ૪૨ વર્ષના રાજશેખર નામના માણસનો મૃતદેહ મળ્યો હતો. દેખીતી રીતે તો રાજશેખરનું મૃત્યુ કારના અકસ્માતમાં થયું હતું, પરંતુ પોલીસને દાળમાં કંઈક કાળું લાગતાં તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રાજશેખરની પત્ની અશ્વિનીએ જ પતિથી છુટકારો મેળવવા માટે રોડ-અકસ્માતમાં હિટ ઍન્ડ રનનું સ્વરૂપ આપવાની યોજના બનાવી હતી. રાજશેખર સવારે ૫.૩૦ વાગ્યે મૉર્નિંગ વૉક પર નીકળ્યો હતો ત્યારે નંબર-પ્લેટ વિનાની કાળી સ્કૉર્પિયોએ રાજશેખરને પાછળથી કચડી નાખ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તપાસમાં ખબર પડી હતી કે સ્કૉર્પિયોમાં સુપારી કિલર્સ હતા જે આનંદ કલ્લર નામના માણસે હાયર કર્યા હતા. આનંદ હકીકતમાં અશ્વિનીનો પ્રેમી નીકળ્યો હતો. આનંદ સાત મહિના પહેલાં તેમના ઘરે પેઇન્ટિંગનું કામ કરવા માટે આવ્યો ત્યારે અશ્વિની સાથે પહેલી મુલાકાત થઈ હતી. જ્યાં સુધી રંગકામ ચાલ્યું ત્યાં સુધી રોજ મળવાને કારણે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. એ પછી બન્નેએ ચોરીછૂપીથી સંબંધ આગળ વધાર્યો હતો અને આખરે તેમણે રાજશેખરને હટાવવા માટે અકસ્માતનો પ્લાન ઘડ્યો હતો.

karnataka crime branch Crime News offbeat news murder case