11 August, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળક ભાંખોડિયાં ભરીને બ્રિજના કિનારે પહોંચી ગયું પણ મા રીલ બનાવતી રહી
આજકાલ રીલ બનાવવાનો નશો યુવાનો પર એટલો ચડ્યો છે કે આસપાસનું ભાન જ નથી રહેતું. તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક મહિલા બાળકને નીચે મૂકીને બ્લુ રંગની સાડીમાં રીલ શૂટ કરી રહી છે અને આઠ-દસ મહિનાનું બાળક ભાંખોડિયાં ભરીને બ્રિજની રેલિંગ તરફ જાય છે. યુવતી રીલ બનાવવામાં જ તલ્લીન છે અને બાળક રેલિંગ પકડીને ઊભું થઈ જાય છે. જોકે પાછળ બાઇક પર ઊભેલી એક અજાણી વ્યક્તિ તરત જ ત્યાં દોડી આવે છે અને બાળકને ઊંચકી લે છે. જો થોડીક ક્ષણો આમથી તેમ થઈ હોત તો બાળકનો જીવ જોખમમાં પડી જાત.