પચીસ ફુટના ગમોસા પર ઝુબીન ગર્ગનું ગીત વણીને સિંગરને અનોખી શ્રદ્ધાંજલિ આપી આસામની મહિલાએ

11 August, 2026 02:48 PM IST  |  Dispur | Gujarati Mid-day Correspondent

આસામની દલિમી લાહોન ગોગોઈએ ઝુબીન ગર્ગને અનોખી શ્રદ્ધાંજલિ આપવા ૨૫ ફુટ લાંબો ગમોસા વણ્યો છે. તેમાં ગાયકે ગાયેલા લોકપ્રિય ગીતોની પંક્તિઓ અને પ્રેરણાદાયી ક્વોટ્સ વણવામાં આવ્યા છે.

પચીસ ફુટના ગમોસા પર ઝુબીન ગર્ગનું ગીત વણીને સિંગરને અનોખી શ્રદ્ધાંજલિ આપી આસામની મહિલાએ

આસામની દલિમી લાહોન ગોગોઈ નામની ખોવાંગ ગામની એક મહિલાએ સિંગર ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ ૨૫ ફુટ લાંબો ગમોસા હાથશાળ પર વણ્યો છે. આ કાપડમાં ઝુબીન ગર્ગના જાણીતાં આસામી સૉન્ગના શબ્દો વણી લેવામાં આવ્યા છે. થોડા મહિના પહેલાં જ્યારે ઝુબીન ગર્ગનું આકસ્મિક અવસાન થયું ત્યારે આખા રાજ્યના લોકો ઊંડા શોકમાં સરી પડ્યા હતા. એ ઘટનાના એક મહિના પછી દલિમીબહેને ઝુબીનનાં ગીતોને સ્થાનિક હાથવણાટ કળા થકી શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારથી તેમણે લગભગ રોજ સાતથી ૮ કલાક સુધી હાથશાળ ચલાવીને ૨૫ ફુટ લાંબો ગમોસા તૈયાર કર્યો છે. એમાં ઝુબીનનાં ફેમસ ગીતોની કડીઓ છે. સફેદ રંગની અંદર લાલ રંગના દોરાથી આ શબ્દો ગૂંથાયેલા છે. લગભગ પાંચ મહિનાની સતત મહેનત બાદ આ માસ્ટરપીસ તૈયાર થયો છે. એમાં ઝુબીન દ્વારા અવારનવાર બોલાયેલા પ્રેરણાદાયી ક્વોટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગમોસા એ આસામી સંસ્કૃતિનું સિમ્બૉલ છે જે આસામની ઓળખ, સન્માન અને મહેમાનનવાઝી સાથે સંકળાયેલું છે. 

assam guwahati indian music offbeat news hatke news