✕

મહિલાએ માથા પર ફટાકડાનું બૉક્સ મૂકીને ફોડ્યું, ભડકો થયો એટલે ભાગી

10 November, 2026 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માથા પર ફટાકડાનું આખેઆખું બૉક્સ મૂકીને એકસાથે બધા જ ફટાકડા ફોડવાનો અત્યંત જોખમી અને વિચિત્ર સ્ટન્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક મહિલા મકાનના ધાબા પર હાથમાં ફટાકડાનું આખું બૉક્સ લઈને ઊભી છે.

ફટાકડાના ધમાકા

માથા પર ફટાકડાનું આખેઆખું બૉક્સ મૂકીને એકસાથે બધા જ ફટાકડા ફોડવાનો અત્યંત જોખમી અને વિચિત્ર સ્ટન્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક મહિલા મકાનના ધાબા પર હાથમાં ફટાકડાનું આખું બૉક્સ લઈને ઊભી છે. તે બૉક્સ માથા પર ઊંચકે છે અને એક છોકરો નજીક આવીને બૉક્સમાં મૂકેલા ફટાકડા સળગાવે છે. બૉક્સમાંથી એક પછી એક ફટાકડા હવામાં ફૂટવા લાગે છે અને બૉક્સ સળગી ઊઠે છે. એમ છતાં ખાસ્સી વાર સુધી મહિલા એ પકડી રાખે છે અને જ્યારે આગ બેકાબૂ થઈ જાય છે ત્યારે બૉક્સ ફેંકીને ત્યાંથી ભાગી જાય છે. એ પછી ક્યાંય સુધી ફટાકડાના ધમાકા થતા રહે છે. આવા જોખમી સ્ટન્ટ સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

offbeat news viral post diwali festivals social media