૨૬૪ ઝૂમ-મીટિંગમાં મહિલાએ એક જ શર્ટ પહેર્યું અને કોઈને ખબર પણ ન પડી

25 June, 2021 11:35 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

છેલ્લે એ મહિલાએ તાજેતરમાં યુટ્યુબ વિડિયો દ્વારા એ વાત લોકોને કહી

જેમ

દુનિયાભરમાં કોરોના રોગચાળાનું લૉકડાઉન શરૂ થયા પછી લગભગ બધી ઑફિસ-મીટિંગ્સ ઑનલાઇન ઍપ પર થવા માંડી હતી. એમાં ઝૂમનો વપરાશ ઘણો થયો. જેમ નામની એક મહિલાએ બીજી એપ્રિલથી તેની ઑફિસ-મીટિંગ્સમાં એકનું એક શર્ટ પહેર્યું હતું. ૧૫ મહિનામાં ૨૬૪ મીટિંગ્સમાં સતત એક શર્ટ પહેર્યું એ તરફ કોઈનું ધ્યાન નહોતું ગયું અને છેલ્લે એ મહિલાએ તાજેતરમાં યુટ્યુબ વિડિયો દ્વારા એ વાત લોકોને કહી. ફૂલો અને અનનાસનાં ચિત્રોની ડિઝાઇન ધરાવતું બ્લુ હવાઈયન શર્ટ એ મહિલાએ યુટ્યુબ વિડિયોમાં બતાવ્યું અને ઑફિસના કોઈ સાથીકાર્યકર કે અધિકારીએ એ બાબત નોંધીને કોઈ ટકોર ન કરી એનું તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે એ શર્ટ ૨૦૧૮માં ખરીદ્યું હતું અને ૨૦૨૦માં લૉકડાઉન જાહેર કરાયા પછી બીજી એપ્રિલે ઝૂમ-મીટિંગમાં પહેરવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી ઑફિસની દરેક ઝૂમ-મીટિંગમાં એ જ શર્ટ પહેરીને તે હાજર થતી હતી. નેટિઝન્સ તેમના આ વન આઇટમ વૉર્ડરોબથી પ્રભાવિત થયા છે.  

offbeat news international news washington