ઘરમાં એક રૂમ વધારવા શિપિંગ કન્ટેનર વાપર્યું

24 June, 2021 09:38 AM IST  |  Sweden | Gujarati Mid-day Correspondent

અન્યોને થતી મુશ્કેલીનો વિચાર કર્યા વગર જંગી કદનું કન્ટેનર મૂકી રાખનારી પાડોશણ એ વસાહતમાં સૌને અપ્રિય હતી

શિપિંગ કન્ટેનર

ઇંગ્લૅન્ડના સ્વિન્ડન શહેરમાં રહેતી લીલી ગોદાર્દ નામની એક મહિલાએ બે વર્ષ સુધી શિપ કન્ટેનર ‘હાઉસ એક્સ્ટેન્શન’ કે ‘એક્સ્ટ્રા રૂમ’ તરીકે વાપરીને પાડોશીઓને પરેશાન કર્યા હતા. અન્યોને થતી મુશ્કેલીનો વિચાર કર્યા વગર જંગી કદનું કન્ટેનર મૂકી રાખનારી પાડોશણ એ વસાહતમાં સૌને અપ્રિય હતી. અન્યોએ તેને ‘નરકમાંથી આવેલી પાડોશણ’ નામ આપ્યું હતું. એ વસાહતમાં રહેતા લોકોએ નગર પરિષદમાં ફરિયાદ કર્યા પછી એન્ક્રોચમેન્ટ હટાવનારા સ્ટાફે એ કન્ટેનરને હટાવ્યું હતું.

બે બાળકોની માતા લીલીએ તેની ત્રણ બેડરૂમની ઘરવખરી અને સાધન સરંજામ વર્ષ ૨૦૧૯ના જુલાઈ મહિનામાં સ્વિન્ડનના ઘરમાં શિફ્ટ કર્યાં હતાં. એના થોડા મહિના પછી પોતાનું ઘર ‘બાળકો માટે અસલામત’ જાહેર કરાયું હોવાનું બહાનું કાઢીને તે જંગી કદનું શિપ કન્ટેનર લઈ આવી હતી. એ કન્ટેનર સ્થાનિક વિસ્તારમાં રહેનારાઓ માટેનો કાયદો તોડવા ઉપરાંત સૌને નડતરરૂપ થાય એ રીતે રાખવામાં આવ્યું હતું. પાડોશીઓની ફરિયાદને આધારે તાજેતરમાં સ્થાનિક સુધરાઈની રિમૂવલ્સ ટીમ નાની ક્રેન લાવીને તેનું કન્ટેનર ઉપાડી ગઈ હતી.

offbeat news international news england sweden