ટોપી પર ૭૩૫ ઈંડાં ઉપાડવાનો ​વર્લ્ડ રેકૉર્ડ 

14 October, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટોપી પર ૭૩૫ ઈંડાં એકસાથે સંતુલિત કર્યાં હતાં. ગ્રેગરીને તેની ટોપી પર આમ ૭૩૫ ઈંડાં ગોઠવતાં ત્રણ દિવસ લાગ્યા હતા. પોસ્ટ શૅર થયાના ૯ જ કલાકમાં તેને ૩૫,૦૦૦ જેટલા લાઇક્સ અને સેંકડો રોચક કમેન્ટ્સ મળી છે.

ટોપી પર ૭૩૫ ઈંડાં ઉપાડવાનો ​વર્લ્ડ રેકૉર્ડ 

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પેજ કરતબપ્રેમી લોકોના વિડિયોઝથી છલકાઈ ગયું છે. લોકો અવનવાં કરતબો કરીને વિક્રમ નોંધાવવા વિડિયોઝ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકી રહ્યા છે. ભારે વૈવિધ્યમાં જોવા મળતાં વિક્રમી કરતબોના વિડિયોઝમાં તાજેતરમાં પશ્ચિમ આફ્રિકાના એક ભાઈનો છે જેમાં તે ભાઈ ૭૩૫ ઈંડાં એકસાથે ઉપાડવાનો રેકૉર્ડ પ્રસ્તુત કરી રહ્યા છે.
ગ્રેગરી દા સિલ્વા નામના ભાઈએ એક જ ટોપી પર સૌથી વધુ ઈંડાં ઉપાડવાનો વિક્રમ નોંધાવ્યો છે. તેમણે ટોપી પર ૭૩૫ ઈંડાં એકસાથે સંતુલિત કર્યાં હતાં. ગ્રેગરીને તેની ટોપી પર આમ ૭૩૫ ઈંડાં ગોઠવતાં ત્રણ દિવસ લાગ્યા હતા. પોસ્ટ શૅર થયાના ૯ જ કલાકમાં તેને ૩૫,૦૦૦ જેટલા લાઇક્સ અને સેંકડો રોચક કમેન્ટ્સ મળી છે.

offbeat news