05 December, 2025 01:16 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રશિયાના સર્જેઈ બોયત્સોવ નામના એક જિમ્નૅસ્ટે તાજેતરમાં હૉટ ઍર બલૂન પર ફુટબૉલ મૅચ રમવાનો દાવો કર્યો છે. આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં લગભગ ૧૮૦૦ મીટર ઊંચે હૉટ ઍર બલૂન સાથે જોડાયેલા એક પ્લૅટફૉર્મ પર ફુટબૉલના ગ્રાઉન્ડ જેવી ડિઝાઇન બનાવવામાં આવી છે. એ પ્લૅટફૉર્મ પર ત્રણ-ચાર ખેલાડીઓ ફુટબૉલનાં કૉસ્ચ્યુમ્સ પહેરીને અને બૅગપૅકમાં પૅરૅશૂટ લઈને આ પ્લૅટફૉર્મ પર ઊતરે છે અને ફુટબૉલ રમતા હોય એમ ગોલ કરી રહ્યા છે. ફુટબૉલ ખુલ્લા આકાશમાં થોડીક વાર હૉટ ઍર બલૂનની સાથે જોડાયેલા પ્લૅટફૉર્મ પર રમાય છે અને પછી બૉલ ગોલ થઈને નીચે પડી જાય છે. સર્જેઈ બોયત્સોવે વિડિયો શૅર કરીને આ કારનામાને વિશ્વની પહેલી હૉટ ઍર બલૂન ફુટબૉલ મૅચ ગણાવી હતી.