✕

૧૪૩૧.૫ કિલોના કોળામાંથી બન્યું વિશ્વનું સૌથી મોટું લૅન્ટર્ન

01 November, 2026 01:22 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

૩૨ કલાક સુધી મહેનત કરીને એક કોળાને કોતર્યું હતું. પહેલાં એના પર ડ્રૉઇંગ કર્યું હતું અને પછી એને એવી રીતે કોતર્યું હતું કે જેથી અંદર લાઇટ કરી શકાય અને એ લાઇટનો પ્રકાશ લૅન્ટર્નની જેમ બહાર ફેલાય. આ પહેલાંનો સૌથી જાયન્ટ કોળાની કોતરણીનો રેકૉર્ડ ૧૨૪૬.

કોળામાંથી બન્યું જાયન્ટ લૅન્ટર્ન

હૅલોવીન ફેસ્ટિવલ દરમ્યાન કોળાની કોતરણી કરીને એમાંથી લૅન્ટર્ન બનાવવાની પરંપરા પશ્ચિમના દેશોમાં છે. હૅલોવીન પહેલાં જ વિશ્વમાં સૌથી મોટી સાઇઝનું પમ્પકિન ઊગ્યું હતું. એનું વજન ૩૧૫૬ પાઉન્ડ એટલે કે ૧૪૩૧.૫ કિલો હતું. આ સૌથી મોટા કોળાની કોતરણી કરવા માટે અમેરિકાના મૅસેચુસેટ્સના બે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. તેમણે ૩૨ કલાક સુધી મહેનત કરીને એક કોળાને કોતર્યું હતું. પહેલાં એના પર ડ્રૉઇંગ કર્યું હતું અને પછી એને એવી રીતે કોતર્યું હતું કે જેથી અંદર લાઇટ કરી શકાય અને એ લાઇટનો પ્રકાશ લૅન્ટર્નની જેમ બહાર ફેલાય. આ પહેલાંનો સૌથી જાયન્ટ કોળાની કોતરણીનો રેકૉર્ડ ૧૨૪૬ કિલોના કોળાનો હતો.

halloween festivals united states of america world news international news offbeat news