વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષનું ૧૧૩મા જન્મદિવસના ૨૪ દિવસ પહેલાં જ નિધન

20 January, 2022 08:33 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

સ્પૅનિશ લશ્કર માટે જૂતાં બનાવવાનું કામ કરતા અને નિવૃત્તિનું જીવન ગુજારતા સેટર્નિનો આગામી ૮ ફેબ્રુઆરીએ તેના પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઊજવનાર હતો

સેટર્નિનો દ લા ફુએન્ટે ગાર્સિયા

નૉર્ધર્ન સ્પેનના આઠ બાળકોના પિતા સેટર્નિનો દ લા ફુએન્ટે ગાર્સિયાનું મંગળવારે સવારે સ્પેનના લિઓન શહેરમાં નિધન થયું હતું. સ્પૅનિશ લશ્કર માટે જૂતાં બનાવવાનું કામ કરતા અને નિવૃત્તિનું જીવન ગુજારતા સેટર્નિનો આગામી ૮ ફેબ્રુઆરીએ તેના પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઊજવનાર હતો. સેટર્નિનોને સપ્ટેમ્બર, ૨૦૨૧માં જ વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. એ સમયે તેની વય ૧૧૨ વર્ષ અને ૨૧૧ દિવસ હતી.  
સેટર્નિનો તેની પત્ની ઍન્ટોનિયા બારિઓ સાથે વિશાળ પરિવારમાં રહે છે જેમાં તેમનાં ૮ બાળકોના ૧૪ પૌત્ર અને ૨૨ પ્રપૌત્રો છે. આ યુગલનાં સંતાનોમાં એકમાત્ર પુત્રનું હાલમાં જ નિધન થયું હતું. 
સેટર્નિનોના નિધન પર દિલગીરી વ્યક્ત કરતાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે કહ્યું હતું કે તેઓ ૧૧૨ વર્ષ અને ૩૪૧ દિવસ એટલે કે ૧૧૩મા જન્મદિવસના ૨૪ દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા.

offbeat news international news