વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર વૉટરફૉલ

24 June, 2021 09:51 AM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

સાત માળ જેટલો ઊંચો આ વૉટરફૉલ સાફસફાઈ માટે અઠવાડિયું બંધ રાખવામાં આવે છે

તસવીરઃ એ.એફ.પી.

કુદરતી વૉટરફૉલ આપણે ઘણા જોયા હશે, પરંતુ કૃત્રિમ ધોધ અને એ પણ કોઈ તોતિંગ ઇમારતની અંદર બન્યો હોય એ તો અજબ જ કહેવાય. સિંગાપોરમાં જ્વેલ ચાંગી ઍરપોર્ટ ખાતે રેઇન વૉરટેક્સ નામનો વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર વૉટરફૉલ બન્યો છે જે પ્રવાસીઓમાં મોટું આકર્ષણનું કેન્દ્ર છે. સાત માળ જેટલો ઊંચો આ વૉટરફૉલ સાફસફાઈ માટે અઠવાડિયું બંધ રાખવામાં આવે છે.

offbeat news international news singapore