✕

સૌથી પાતળી કાર બનાવનારે હવે બનાવી ૧૦ ફુટની પહોળી કાર, એમાં ફ્રન્ટમાં ૪ સીટો છે અને બે સ્ટીઅરિંગ વ્હીલ્સ

20 October, 2026 07:08 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

વિશ્વની સૌથી પહોળી કાર. અગેઇન આ કારને પણ નારંગી જેવો રંગ આપવામાં આવ્યો છે. આ કારની પહોળાઈ છે ૧૦ ફુટની. સામાન્ય રીતે ફ્રન્ટ હરોળમાં બે સીટ હોય, પરંતુ ટાઇલર ફીવરે બનાવેલી આ કારમાં ચાર સીટ છે.

સૌથી પાતળી કાર

કારમાં મૉડિફિકેશન કરવાનું કંઈ નવાઈની વાત નથી. કોઈક કારને વધુ પાવરફુલ બનાવવા કે વધુ કમ્ફર્ટેબલ બનાવવા માટે કારમાં બદલાવો કરે, પરંતુ અમેરિકાના નૅશવિલમાં રહેતો ટાઇલર ફીવર નામનો યુટ્યુબર જેની કલ્પના પણ ન થઈ શકે એવી કાર બનાવે છે. થોડા સમય પહેલાં તેણે એક માણસ માંડ બેસી શકે એવી સૌથી પાતળી કાર બનાવી હતી. નારંગી રંગની એ કાર સોશ્યલ મીડિયામાં બહુ ફેમસ પણ થઈ. જોકે એ વાત જૂની થઈ ગઈ. હવે તેણે બનાવી છે વિશ્વની સૌથી પહોળી કાર. અગેઇન આ કારને પણ નારંગી જેવો રંગ આપવામાં આવ્યો છે. આ કારની પહોળાઈ છે ૧૦ ફુટની. સામાન્ય રીતે ફ્રન્ટ હરોળમાં બે સીટ હોય, પરંતુ ટાઇલર ફીવરે બનાવેલી આ કારમાં ચાર સીટ છે. આટલું હજી ઓછું હોય એમ એમાં બે કૉર્નર સીટ પાસે સ્ટીઅરિંગ વ્હીલ છે. કારને પહોળી કરવા માટે તેણે એક કારને વચ્ચેથી કાપી નાખી હતી. એ પછી વચ્ચેનો લગભગ પાંચ ફુટનો ભાગ અલગથી બનાવીને વેલ્ડિંગ કરીને જોડવામાં આવ્યો છે. કારના વચ્ચેના ભાગને મજબૂત કરવા માટે તેણે 3D પ્રિન્ટર દ્વારા મોટા ભાગના સ્પેરપાર્ટ્સ જાતે તૈયાર કર્યા છે. કારની કૅબિન પહોળી થઈ ગઈ હોવાથી એમાં બે જગ્યાએ સ્ટીઅરિંગ વ્હીલ લગાવવામાં આવ્યા છે અને આગળની હરોળમાં જ ૪ જણ બેસી શકે એવી સીટો બનાવી છે. આ કાર ચાલી શકે એમ છે એ સાબિત કરવા માટે તેણે ગેરકાનૂની રીતે ઑલરેડી આ કાર ચલાવવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં ૬૪૪ કિલોમીટર સુધી કાર ચલાવીને એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને એમાં ક્યારેક-ક્યારેક સમસ્યાઓ પણ ઊભી થઈ છે. ક્યારેક સ્પીડ વધી જતાં બોનેટ ખૂલી ગયું હતું તો ક્યારેક પહોળાઈનો અંદાજ ન આવતાં સાઇડના પથ્થરો કે ડિવાઇડર સાથે કાર અથડાઈ ગઈ હતી. જોકે યુટ્યુબરભાઈનું કહેવું છે કે જો આદત પડી જાય તો આ કારને પણ રોડ પર ચલાવવાનું લાઇસન્સ મળી શકે એમ છે.

united states of america youtube social media international news offbeat news