નવી પૉડકાસ્ટ સિરીઝ ‘૧૮૦ નૉટઆઉટ’માં સામેલ થશે ૬૦થી વધુ ભૂતપૂર્વ ક્રિકેટરો અને એક્સપર્ટ્‍સ

16 April, 2024 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોચિંગ, ફિટનેસ, રેકૉર્ડ્‍સને આવરી લેતું આ પૉડકાસ્ટ સ્પોટિફાય, યુટ્યુબ, ઍપલ પૉડકાસ્ટ અને ગૂગલ પૉડકાસ્ટ સહિત તમામ વૈશ્વિક ઑડિયો પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ હશે.

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પર ચારેય તરફ પૉડકાસ્ટનો ટ્રેન્ડ શરૂ થયો છે. પરંપરાગત ઇન્ટરવ્યુથી હટકે આ પૉડકાસ્ટ તરફ દર્શક વધારે આકર્ષિત થયા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કેટલાક ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને સુરેશ રૈના તાજેતરમાં રિલીઝ થયેલી પૉડકાસ્ટ સિરીઝ ‘૧૮૦ નૉટઆઉટ’માં રમતના પડકારો, વિવાદો અને ભવિષ્યની સંભાવનાઓ પર તેમનાં મંતવ્ય શૅર કરતા જોવા મળશે. ૧૫ એપિસોડની આ સિરીઝમાં ૬૦થી વધારે ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને એક્સપર્ટ ૧૮૦ વર્ષના ક્રિકેટની સફર અને એના વિકાસ પર ચર્ચા કરશે. કોચિંગ, ફિટનેસ, રેકૉર્ડ્‍સને આવરી લેતું આ પૉડકાસ્ટ સ્પોટિફાય, યુટ્યુબ, ઍપલ પૉડકાસ્ટ અને ગૂગલ પૉડકાસ્ટ સહિત તમામ વૈશ્વિક ઑડિયો પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ હશે.

cricket news sports harbhajan singh suresh raina