દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીથી ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક સેલેબ્સે પણ તેમના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન કર્યું છે. આ સાથે વિવાદ અને ચર્ચા બન્નેમાં રહેનાર ક્રિકેટર પૃથ્વી શૉએ પણ બાપ્પાની મૂર્તિનું સ્થાપન કર્યું છે. દરમિયાન ક્રિકેટરે તેની કથિત ગર્લફ્રેન્ડ અને ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે બાપ્પાની સ્થાપન અને પૂજાની તસવીરો શૅર કરી હતી. આકૃતિ સાથેની તસવીરથી હવે તેમના ચાહકો વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. (તસવીરો: પૃથ્વી શૉ અને અકૃતિ અગ્રવાલ ઇન્સ્ટાગ્રામ)
28 August, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent