27 February, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંબાણી-ફૅમિલીએ જામનગરમાં અર્જુન-સાનિયાના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું
મુકેશ અંબાણી અને તેમના પરિવારે હાલમાં જામનગરમાં પોતાના નિવાસસ્થાને સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકર અને સાનિયા ચંડોકના પ્રી-વેડિંગ સમારોહનું આયોજન કર્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં મુકેશ અંબાણી, સચિન તેન્ડુલકર અને ચંડોક-ફૅમિલીના સભ્યો એકસાથે મંદિરમાં જોવા મળ્યા હતા.
નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘સચિન અને અંજલિ, તમે હંમેશાં અમારા માટે પરિવાર જેવાં રહ્યાં છો. આજે તમારી ખુશીમાં ભાગીદાર બનીને અમારાં દિલ ખુશીથી ભરાઈ ગયાં છે. મારા પ્રિય અર્જુન, મેં તને અમારી સ્કૂલના નાના છોકરા તરીકે જોયો હતો અને હવે તારા જીવનની સૌથી સુંદર ભાગીદારી શરૂ કરવા માટે તૈયાર થતો જોઈ રહી છું. સાનિયા, તારી આસપાસ ખૂબ અદ્ભુત અને સકારાત્મક ઊર્જા છે. તારા વિશે જાણીને અને તમને બન્નેને સાથે જોઈને મને ઘણો આનંદ થયો. ભગવાન તમારા સંબંધોને હંમેશ માટે આશીર્વાદ આપે.’
સચિન અને અર્જુન બન્ને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે.