ઍશિઝ માટે ફિટ થવા જોરદાર તૈયારી કરી રહ્યા છે પૅટ કમિન્સ અને જોશ હેઝલવુડ

26 November, 2025 12:06 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સિડનીમાં નેટ-સેશન દરમ્યાન બોલિંગ માટે સંપૂર્ણ ફિટ થવાની તૈયારી કરી રહેલા આ બન્ને કાંગારૂ બોલર્સનો ફોટો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શૅર કર્યો હતો.

પૅટ કમિન્સ પીઠ અને જોશ હેઝલવુડ

ઍશિઝની પહેલી ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ પીઠ અને સ્ટાર બોલર જોશ હેઝલવુડ હેમસ્ટ્રિંગની ઇન્જરીને કારણે રમી શક્યા નહોતા. જોકે ૪ ડિસેમ્બરથી રમાનારી બીજી ટેસ્ટ-મૅચથી ટીમમાં વાપસી કરવા માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે. 
ગઈ કાલે સિડનીમાં નેટ-સેશન દરમ્યાન બોલિંગ માટે સંપૂર્ણ ફિટ થવાની તૈયારી કરી રહેલા આ બન્ને કાંગારૂ બોલર્સનો ફોટો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શૅર કર્યો હતો. જોકે ઑસ્ટ્રેલિયન હેડ કોચ ઍન્ડ્ર્યુ મૅક્ડોનાલ્ડ અનુસાર હેઝલવુડના બીજી ટેસ્ટ-મૅચમાં પણ રમવા પર હજી શંકા છે. કૅપ્ટન કમિન્સ બ્રિસબેનના ધ ગૅબામાં રમાનારી બીજી ટેસ્ટ-મૅચ માટે ફિટ છે.

ashes test series australia pat cummins england test cricket cricket news