IPL 2026ના મિની ઑક્શન પહેલાં દીપક હૂડાની બોલિંગ-ઍક્શન શંકાસ્પદની યાદીમાં યથાવત્

15 December, 2025 03:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ લિસ્ટમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરનો ૨૯ વર્ષનો ડાબોડી સ્પિનર આબિદ મુશ્તાક, કર્ણાટકનો ૨૯ વર્ષનો ઑફ-સ્પિનર ​​કે. એલ. શ્રીજીત અને મધ્ય પ્રદેશનો ૨૬ વર્ષનો સ્પિનર ઋષભ ચૌહાણ પણ શંકાસ્પદ બોલિંગ-ઍક્શનની તપાસ હેઠળ છે એવી ઔપચારિક માહિતી દરેક ટીમને આપવામાં આવી છે.

દીપક હૂડા

IPL 2026ના મિની ઑક્શન પહેલાં BCCIએ તમામ ફ્રૅન્ચાઇઝીને શંકાસ્પદ બોલિંગ-ઍક્શન ધરાવતા પ્લેયર્સ વિશે માહિતી આપી છે. છેલ્લા એક દાયકામાં પાંચ ટીમ માટે ૧૨૫ IPL મૅચ રમનાર ઑલરાઉન્ડર દીપક હૂડાની ઑફ-સ્પિન બોલિંગ પણ તપાસ હેઠળ રહે છે. ૭૫ લાખ રૂપિયાની બેઝ-પ્રાઇઝ ધરાવતો ૩૦ વર્ષનો દીપક હૂડા આ લિસ્ટમાં સામેલ હોવાથી તેને ઑક્શનમાં અસર થઈ શકે છે. 
આ લિસ્ટમાં જમ્મુ ઍન્ડ કાશ્મીરનો ૨૯ વર્ષનો ડાબોડી સ્પિનર આબિદ મુશ્તાક, કર્ણાટકનો ૨૯ વર્ષનો ઑફ-સ્પિનર ​​કે. એલ. શ્રીજીત અને મધ્ય પ્રદેશનો ૨૬ વર્ષનો સ્પિનર ઋષભ ચૌહાણ પણ શંકાસ્પદ બોલિંગ-ઍક્શનની તપાસ હેઠળ છે એવી ઔપચારિક માહિતી દરેક ટીમને આપવામાં આવી છે. એનાથી ટીમને મિની ઑક્શનમાં પોતાની રણનીતિ બનાવવામાં સ્પષ્ટતા મળશે.

IPL 2026 indian premier league board of control for cricket in india abu dhabi shreyas iyer cricket news