15 January, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હી કેપિટલ્સની લિઝેલ લી
વિમેન્સ પ્રીમિયર લીગની ગઈ કાલની સાતમી થ્રિલર મૅચમાં દિલ્હી કૅપિટલ્સે યુપી વૉરિયર્સને હરાવી દીધું હતું. યુપીએ પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૪ રન કર્યા હતા, જેના જવાબમાં દિલ્હીએ છેલ્લા બૉલમાં વિજય મેળવ્યો હતો. દિલ્હીએ ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. દિલ્હીને છેલ્લી ઓવરમાં ૬ રન જોઈતા હતા જેમાંથી પહેલો બૉલ ડૉટ ગયો હતો, બીજા બૉલમાં બાઉન્ડરી ગઈ હતી, ત્રીજો-ચોથો બૉલ ડૉટ ગયા હતા. ત્યાર બાદ પાંચમા બૉલમાં લેગ-બાયનો એક રન આવ્યો એને પગલે સ્કોર સમકક્ષ થયા હતા અને પછી છેલ્લા બૉલમાં એક રન જોઈતો હતો જે દિલ્હીની બૅટર લૉરા વૉલ્વાર્ટે મેળવી લીધો હતો.