06 November, 2026 12:56 PM IST | Auckland | Gujarati Mid-day Correspondent
અંશુલ કમ્બોજ
હરિયાણાનો પચીસ વર્ષનો અંશુલ કમ્બોજ ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. અંશુલ કમ્બોજે ધારદાર બોલિંગ કરીને ૧૦ ઓવરના સ્પેલમાં માત્ર બાવીસ રન આપીને બે વિકેટ લીધી હતી.
છેલ્લા ૨૧ વર્ષમાં ભારતીય ફાસ્ટ બોલર દ્વારા આ સૌથી કરકસરિયો ૧૦ ઓવરનો વન-ડે સ્પેલ છે. અગાઉ ૨.૨૦ના રેકૉર્ડ ઇકૉનૉમી-રેટ સાથે આશિષ નેહરા (૨૦૦૫), અજિત આગરકર (૨૦૦૬) અને જસપ્રીત બુમરાહ (૨૦૧૬) ૧૦ ઓવરના સ્પેલ ફેંકી ચૂક્યા છે.
ત્રણ ઑક્ટોબરે ચંડીગઢમાં રમેલી ડેબ્યુ વન-ડે મૅચમાં અંશુલ કમ્બોજે વેસ્ટ ઇન્ડીઝ સામે ૯ ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૮૨ રન આપી દીધા હતા. ૯.૧૧થી ૨.૨૦ના ઇકૉનૉમી-રેટ સુધી પહોંચીને અંશુલ કમ્બોજે શાનદાર કમબૅક કર્યું છે.