અભિષેક શર્માની તૂફાની બૅટિંગથી છૂટયા અંગ્રેજોંઆ પસીના, માત્ર 37 બૉલમાં ફટકારી સેન્ચુરી

02 February, 2025 09:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IND VS ENG 5th T20I: સંજુ સૅમસને સાત બૉલમાં 16 રન એક ફોર અને બે સિક્સ, તે બાદ તિલક વર્માએ 15 બૉલ 24 રન ત્રણ ફોર અને એક સિક્સ અને આ પછી શિવમ દુબેએ 13 બૉલમાં 30 રન ફટકાર્યા જેમાં બે સિક્સર અને એક ફોરનો સમાવેશ હતો.

અભિષેક શર્મા (તસવીર: મિડ-ડે)

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે જોરદાર ટી-20 મુકાબલો જામ્યો છે. આ મૅચમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કારવનો નિર્ણય લીધો, જોકે અંગ્રેજોનો આ નિર્ણય તેમના માટે ખૂબ જ આઘાતદાયક સાબિત થયો હતો. પહેલા બૅટિંગ કરી રહેલી ભારતીય ટીમંઆ બૅટરોએ જાણે તોફાન લાવી દીધું હોય તેવું જોરદાર પ્રદર્શન કર્યું હતું. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓપનર બૅટર અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારીને અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે.

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પાંચમી અને અંતિમ T20I દરમિયાન અભિષેક શર્માએ જોશીલા મૂડમાં પ્રવેશ કર્યો. આ વિસ્ફોટક ઓપનરે વાનખેડે સ્ટેડિયમ ખાતે T20I ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ફક્ત 37 બૉલમાં પોતાનો નોંધપાત્ર સેન્ચુરી ફટકરી, જોકે તે રોહિત શર્માના રેકોર્ડને તોડવાથી ફક્ત બે બૉલથી ચૂકી ગયો. આ અગાઉ, અભિષેકે ભારત માટે બીજી સૌથી ઝડપી ફક્ત 17 બૉલમાં અડધી સદી ફટકારીને આ સીમાચિહ્ન હાંસલ કર્યું. યુવરાજ સિંહ હાલમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ધરાવે છે, તેણે 2007 ના T20 વર્લ્ડ કપ મુકાબલા દરમિયાન માત્ર 12 બૉલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ પ્રતિષ્ઠિત મૅચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડને એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા હતા.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેમાન ટીમે તેમની અગાઉની હારથી એક ફેરફાર કર્યો જેણે ભારતને પાંચ મૅચની શ્રેણીમાં 3-1થી અજેય લીડ અપાવી. સાકિબ મહમૂદની જગ્યાએ સ્પીડસ્ટર માર્ક વુડનો આજની મૅચમાં સામેલ કરવામાં આવ્યો છે, જેણે છેલ્લી મૅચમાં પોતાની પહેલી ઓવરમાં એક પણ રન આપ્યા વિના ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતે પણ એક ફેરફાર કર્યો છે, જેમાં ડાબા હાથના ઝડપી બૉલર અર્શદીપ સિંહની જગ્યાએ ઝડપી બૉલર મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે કારણ કે યજમાન ટીમ ત્રણ વનડે મેચોમાં શાનદાર પ્રદર્શન કરવા માગે છે. સુકાની સૂર્યકુમાર યાદવે કહ્યું કે જો તે ટોસ જીત્યો હોત તો તે કોઈપણ રીતે પહેલા બૅટિંગ કરતો. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી 50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બન્ને ટીમો માટે આ શ્રેણી એક નવી દિશા તરીકે કામ કરે છે.

મૅચની વાત કરીએ તો પહેલી ઈનિંગ્સ પૂર્ણ થઈ છે. ભારતે પહેલા બૅટિંગ કરીને 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 247 રન ફટકાર્યા હતા, જેમાં અભિષેક શર્માંના શાનદાર 135 રન તેના ઓપનિંગ પાર્ટનર સંજુ સૅમસને સાત બૉલમાં 16 રન એક ફોર અને બે સિક્સ, તે બાદ તિલક વર્માએ 15 બૉલ 24 રન ત્રણ ફોર અને એક સિક્સ અને આ પછી શિવમ દુબેએ 13 બૉલમાં 30 રન ફટકાર્યા જેમાં બે સિક્સર અને એક ફોરનો સમાવેશ હતો.

indian cricket team abhishek sharma england shivam dube sanju samson tilak varma t20 international cricket news wankhede