ઘરઆંગણે ૧૦૦મી T20 મૅચમાં ભારતે ફાસ્ટેસ્ટ ૨૦૦+નો ટાર્ગેટ ચેઝ કર્યો

25 January, 2026 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

21 : આટલા બૉલમાં ન્યુ ઝીલૅન્ડ સામે ભારત તરફથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર બૅટર બન્યો ઈશાન કિશન. 18 : ભારતીય બોલર તરીકે આટલા સૌથી વધુ રન T20 મૅચની પહેલી ઓવરમાં આપવા મામલે ભુવનેશ્વર કુમારની બરાબરી કરી અર્શદીપ સિંહે.

ઈશાન કિશન

ભારતીય ટીમ ઘરઆંગણે ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ બાદ બીજી ટીમ બની હતી. બાકીની બન્ને ટીમની સરખામણીમાં ભારતે ૧૦૦+ મૅચ રમ્યા બાદ સૌથી વધુ ૬૭ મૅચ જીતી છે. હજી સુધી ન્યુ ઝીલૅન્ડ ૧૧૩માંથી ૫૮ મૅચ અને વેસ્ટ ઇન્ડીઝ ૧૦૮માંથી ૫૩ મૅચ જ જીતી શક્યું છે. 
ફુલ મેમ્બર નેશનની ટીમોની વાત કરીએ તો ભારતે ૨૮ બૉલ પહેલાં ૧૫.૨ ઓવરમાં ફાસ્ટેસ્ટ ૨૦૦+ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. અગાઉ આ રેકૉર્ડ પાકિસ્તાનના નામે હતો. પાકિસ્તાને ૨૦૨૫માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૫ રનનો ટાર્ગેટ ૨૪ બૉલ પહેલાં ચેઝ કર્યો હતો. 
ભારતે રાયપુરમાં ૧.૧ ઓવરમાં ૬ રનના સ્કોર પર બન્ને વિકેટ ગુમાવ્યા બાદ ૨૦૯ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો. ભારત ૧૦ રનની અંદર બે વિકેટ ગુમાવ્યા બાદ સૌથી મોટો સ્કોર કરનારી ટીમ બની હતી. અગાઉ ભારતે ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે પણ પોતાનો ૨૦૯ રનનો હાઇએસ્ટ T20 ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

cricket news new zealand arshdeep singh ishan kishan indian cricket team t20 international