15 April, 2025 06:55 AM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
એમએસ ધોની આઈપીએલના રૉબોટ ડૉગ સાથે રમતા જોવા મળ્યો (તસવીર: સોશિયલ મીડિયા)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની મૅચ ચાલી રહી છે. સીએસકેના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર સ્પોટલાઇટ પોતાની તરફ ખેંચી છે. જોકે આ વખતે ધોનીએ તેના બૅટ કે કીપીંગથી નહીં, પરંતુ રૉબોટ સાથે મસ્તી કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2025 ના મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ તૈયારી કરી રહી હતી, ત્યારે ધોનીએ વોર્મ-અપ્સમાંથી થોડો વિરામ લીધો અને આઇપીએલના નવીનતમ ટૅક અજાયબી, રૉબોટિક કૅમેરા ડૉગ સાથે રમતો જોવા મળ્યો હતો. પોતાના સંયમ અને જિજ્ઞાસા માટે જાણીતા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન, આ ફ્યૂચરિસ્ટિક ગેજેટનું નજીકથી નિરીક્ષણ કરતા જોવા મળ્યો. ચાર પગ પર માઉન્ટ થયેલ ગોપ્રો જેવો રૉબોટ, આઇપીએલની નવી ટૅક પહેલનો એક ભાગ છે જે ચાહકોને પડદા પાછળનું કન્ટેન્ટ બતાવે છે.
સાઇડલાઇન્સ નેવિગેટ કરવા અને ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર કરવામાં આવેલો આ રૉબોટ ડૉગ આ સીઝનની શરૂઆતથી જ દરેકનો પ્રિય બની ગયો છે. અગાઉ, રૉબોટિક ડૉગે હાર્દિક પંડ્યા અને ડેની મોરિસન જેવા સ્ટાર્સ સાથે હળવાશભર્યા ક્ષણો શૅર કર્યા છે, રમતિયાળ હાઇ-ફાઇવ પણ આપ્યા છે. ધોની, એક ઉત્સાહી પ્રાણી પ્રેમી, દેખીતી રીતે ખુશ અને મંત્રમુગ્ધ દેખાતો હતો, આ ડૉગી તેના હાવભાવને પ્રતિબિંબિત કરતાં ધોનીએ રૉબોટને હળવેથી થપથપાવતો જોવા મળ્યો હતો.
ચેન્નઈએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં બે મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા, અનુભવી સ્પિનર આર અશ્વિન અને ઓપનર ડેવોન કોનવેને 20 વર્ષીય શેખ રશીદ દ્વારા બદલવામાં આવ્યા, જેમણે IPLમાં ડેબ્યૂ કર્યું, અને ઇંગ્લિશ ઓલરાઉન્ડર જેમી ઓવરટન, ટીમમાં પાછો સામેલ થયો. પોઇન્ટ્સ ટેબલની વાત કરીએ તો ચેન્નઈ છમાંથી એક મૅચ જીતી બે પોઇન્ટ સાથે દસમાં નંબરે છે તો લખનૌ છમાંથી ચાર મૅચ જીત્યું છે અને બે હાર્યું છે જેથી તે ચોથા સ્થાને છે.