રિષભ પંતની વિનિંગ બાઉન્ડરી સમયે આવેશ ખાનનું ગાંડપણ થયું વાઇરલ

07 April, 2026 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાઉન્ડરી પર ઊભા રહીને બૉલને બૅટથી ફટકારીને મેદાન પર પાછો મોકલ્યો, પણ કોઈ પેનલ્ટી ન મળી

રિષભ પંતની વિનિંગ બાઉન્ડરી સમયે આવેશ ખાનનું ગાંડપણ થયું વાઇરલ

સનરાઇઝર્સ હૈદરાબાદના ગઢમાં લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતે એક બૉલ બાકી રહેતાં વિનિંગ ફોર ફટકારીને ૧૫૭ રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. જોકે લખનઉની પહેલી જીત બાદ ટીમના પેસ બોલર આવેશ ખાનનું ગાંડપણ વાઇરલ થયુ હતું. જયદેવ ઉનડકટના બૉલ પર રિષભ પંતે બાઉન્ડરી તરફ વિનિંગ ફોર ફટકારી હતી.  ડગઆઉટ પાસે ઊભેલા આવેશ ખાને બૉલને મેદાનમાં પાછો વાળવા માટે તેના બૅટનો ઉપયોગ કર્યો. ટીમના સાથીપ્લેયર્સ એના આ કૃત્યથી ચોંકી ઊઠ્યા હતા. સોશ્યલ મીડિયા પર ચર્ચા છે કે આવેશ ખાનના આ ગેરવર્તન બદલ લખનઉને પાંચ રનની પેનલ્ટી મળવી જોઈતી હતી. જોકે આવી કોઈ પણ પેનલ્ટી લખનઉને મળી નથી, કારણ કે બૉલ બાઉન્ડરીને પાર પહોંચી ગયો હતો. પેનલ્ટી-રન આપવા માટે જાણીજોઈને અવરોધ કરવાનો ઇરાદો જરૂરી છે જે ઇરાદો આવેશ ખાનમાં એ સમયે ગેરહાજર હતો. એ સમયે હૈદરાબાદની ટીમનો કોઈ ફીલ્ડર પણ ત્યાં હાજર ન હોવાથી ફીલ્ડરમાં ખલેલ પહોંચાડવાનો આરોપ પણ લાગી શકે એમ નથી.

lucknow super giants IPL 2026 sunrisers hyderabad Rishabh Pant avesh khan viral videos cricket news