ક્રિકેટર રિન્કુ સિંહના લગ્નની તારીખ નક્કી? પ્રિયા સરોજ સાથે કરશે રિંગ એક્સચેન્જ

02 June, 2025 06:55 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

2024ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં, તેણે ભારતીય જનતા પાર્ટી (BJP) ના બીપી સરોજને 35850 મતોના માર્જિનથી હરાવીને મોટી જીત મેળવી હતી. પ્રિયા સરોજના પિતાનું નામ તૂફાની સરોજ છે, જે મછલીશહર મતવિસ્તારથી સાંસદ રહી ચૂક્યા છે.

પ્રિયા સરોજ અને રિન્કુ સિંહ (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી રિન્કુ સિંહ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)માં સારું પ્રદર્શન કર્યા બાદ હવે તેના અંગે એક મોટા સમચાર આવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નો સ્ટાર ખેલાડી હવે લગ્ન કરવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા રિન્કુના લગ્ન થવાના હોવાના સમાચાર આવી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના આશાસ્પદ ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. બન્નેના લગ્ન વર્ષની શરૂઆતમાં વાતચીત શરૂ થઈ હતી. મીડિયા અહેવાલ મુજબ, હવે 8 જૂને તેઓ એકબીજાને લગ્નની વીંટી પહેરાવવી સગાઈ કરશે. રિંગ સેરેમનીનો કાર્યક્રમ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની એક સેવન સ્ટાર હૉટેલમાં યોજાશે. રિન્કુ અને પ્રિયાના લગ્નની તારીખ પણ બહાર આવી ગઈ છે. તેઓ 18 નવેમ્બરે વારાણસીની તાજ હૉટેલમાં લગ્ન બંધનમાં બંધાશે.

પ્રિયા સરોજ મછલીશહરથી સાંસદ છે

રિન્કુ સિંહની થનારી પત્ની પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના મછલીશહર મતવિસ્તારથી સાંસદ છે. 2024ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં, તેણે ભારતીય જનતા પાર્ટી (BJP) ના બીપી સરોજને 35850 મતોના માર્જિનથી હરાવીને મોટી જીત મેળવી હતી. પ્રિયા સરોજના પિતાનું નામ તૂફાની સરોજ છે, જે મછલીશહર મતવિસ્તારથી સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ કેરાકટ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.

લગ્નમાં મોટી હસ્તીઓ જોવા મળશે

જ્યારે રિન્કુ સિંહ ટીમ ઇન્ડિયામાં એક પ્રખ્યાત ક્રિકેટર બની ગયો છે, ત્યારે પ્રિયા સરોજ રાજકારણમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે. ત્યારબાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના લગ્નમાં દેશના સ્ટાર ક્રિકેટરો, રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓનો મેળાવડો થઈ શકે છે.

આ રીતે તેઓ મળ્યા

લોકો હંમેશા જાણવા માટે ઉત્સુક હોય છે કે રિન્કુ સિંહ અને પ્રિયા સરોજ કેવી રીતે મળ્યા. જો તમારો પણ આ જ પ્રશ્ન હોય, તો અમે તેનો જવાબ લાવ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયાના એક મિત્ર, જેના પિતા ક્રિકેટર રહી ચૂક્યા છે, તે રિન્કુને ખૂબ સારી રીતે જાણે છે. તેમણે જ રિન્કુ અને પ્રિયાને પહેલી વાર રજૂ કર્યા હતા. એવું પણ કહેવાય છે કે અલીગઢમાં બનેલું રિન્કુનું નવું ઘર પ્રિયાએ જ ફાઇનલ કર્યું હતું.

થોડા મહિના પહેલા, પ્રિયાના પિતા, તુફાની સરોજે બન્નેના સંબંધની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તુફાની, જે સમાજવાદી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય પણ છે, તેમણે ANI સાથે વાત કરતા કહ્યું કે રિંકુ સિંહ અને પ્રિયા સરોજ બન્નેએ તેમના માતાપિતાની પરવાનગી માગી હતી. તેમણે એ પણ પુષ્ટિ આપી કે સગાઈ હજી સુધી થઈ નથી, અને ફક્ત પ્રારંભિક વાતચીત થઈ છે.

પ્રિયા સૌથી નાની ઉંમરની મહિલા સાંસદ છે. તેણે 25 વર્ષની ઉંમરે લોકસભા ચૂંટણીમાં મછલીશહર બેઠક જીતી હતી. તેણે સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે પણ કામ કર્યું છે. પ્રિયાએ નવી દિલ્હીમાં એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે, અને દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે અને નોઇડાની એમિટી યુનિવર્સિટીમાંથી એલએલબી પણ પૂર્ણ કર્યું છે.

rinku singh samajwadi party celebrity wedding indian cricket team cricket news IPL 2025 kolkata knight riders