31 March, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅટ ઉડાડવાની આદત નથી છૂટી રહી રિષભ પંતની
IPL ઇતિહાસનો ૨૭ કરોડ રૂપિયાનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત આવતી કાલે દિલ્હી કૅપિટલ્સ સાથે લખનઉ સુપર જાયન્ટ્સ માટે નવા અભિયાનની શરૂઆત કરશે. ગઈ સીઝનની નિષ્ફળતાને ભૂલીને આગળ વધવા માટે રિષભ પંત નેટમાં જબરદસ્ત પ્રૅક્ટિસ કરી રહ્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રિષભ પંતનો એક રમૂજી વિડિયો સામે આવ્યો છે. અતરંગી શૉર્ટ ફટકારવાના ચક્કરમાં એના હાથમાંથી બૅટ છૂટી ગઈ હતી અને નેટમાં ઉપરના ભાગમાં ફસાઈ ગઈ હતી. જોકે થોડા જ વખતમાં બૅટ રિષભ પંતના હાથ પાસે પડી હતી. ભૂતકાળમાં ક્રિકેટના મેદાન પર રિષભ પંતના હાથમાંથી છૂટીને એની બૅટ ઘણીવાર હવાઈયાત્રા કરી ચૂકી છે.