વાનખેડેમાં રોહિત શર્માએ સુપરફૅનને મુક્કો મારવાની ઍક્શન કેમ કરી? જુઓ વીડિયો

17 May, 2025 06:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ અજિત વાડેકર અને શરદ પવારના નામ પર સ્ટેન્ડ તેમજ MCA ના ભૂતપૂર્વ પ્રમુખ અમોલ કાલેની યાદમાં MCA ઑફિસ લાઉન્જનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર અને અન્ય મહાનુભાવો હતા.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈના પ્રતિષ્ઠિત પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમ ખાતે "રોહિત શર્મા સ્ટેન્ડ"ના ઉદ્ઘાટન દરમિયાન એક ભારતના દિગ્ગજ ખેલાડી અને તેના ફૅન હૃદયસ્પર્શી અને રમૂજી ઘટના બની હતી. ભારતીય ODI કૅપ્ટન રોહિત શર્માએ તેના એક સુપર ફૅન, દીપક સાથે એક મસ્તીભરી ક્ષણ શૅર કરી હતી. સમારોહ પૂરો થયો અને લોકો રોહીત સાથે ફોટો લેવામાં આવી રહ્યા હતા, ત્યારે ભારતનો ત્રિરંગો ધ્વજ લહેરાવતો આ ફૅન અજાણતામાં ધ્વજ રોહિતની એકદમ નજીક હળવાશથી લહેરાવે છે. આ બાબતે રોહતે મસ્તી કરતાં દિપક તરફ મુક્કો મારવાની ઍક્શન કરી. રોહીતની આ મજાક જોઈને સ્ટેડિયનમાં હાજર રહેલા લોકો હસવા માંડ્યા.

વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્માની શાનદાર કારકિર્દીને ચિહ્નિત કરવા અને તેનું સન્માન કરવા સ્ટેડિયમના એક સ્ટેન્ડને ક્રિકેટરનું નામ આપવામાં આવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ અજિત વાડેકર અને શરદ પવારના નામ પર સ્ટેન્ડ તેમજ MCA ના ભૂતપૂર્વ પ્રમુખ અમોલ કાલેની યાદમાં MCA ઑફિસ લાઉન્જનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શરદ પવાર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ સન્માન પર વાત કરતાં રોહિતે કૃતજ્ઞતા વ્યક્ત કરી કહ્યું, "આટલા બધા લોકો, ખાસ કરીને મારા પરિવાર, મારા મમ્મી-પપ્પા, મારા ભાઈ, તેમની પત્ની અને મારી પત્ની, જે અહીં હાજર છે, તેમની સામે આ મોટું સન્માન મેળવવા બદલ હું આભારી છું. તેમણે મારા માટે જે કંઈ બલિદાન આપ્યું છે તેના માટે હું ખૂબ આભારી છું."

દિપક સાથેની રમતિયાળ વાતચીતે સમારંભમાં વ્યક્તિગત સ્પર્શ ઉમેર્યો, જે રોહિત અને તેના ચાહકો વચ્ચેના મજબૂત બંધનને બતાવે છે. અરબી સમુદ્ર પર સૂર્યાસ્ત થતાં, નવા નામ આપવામાં આવેલા સ્ટેન્ડ ભારતીય ક્રિકેટના દિગ્ગજોના કાયમી વારસાના પુરાવા તરીકે ઉભા રહ્યા.

રોહિત શર્માનું શાનદાર ક્રિકેટ કરિયર

રોહિતે તાજેતરમાં ટૅસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ભારતના આગામી ઇંગ્લૅન્ડ પ્રવાસ પહેલા, તેણે 4,301 રન અને 12 સદીઓ સાથે પોતાની રેડ બૉલની સફરનો અંત કર્યો. ચાલુ IPL 2025 સીઝનમાં, રોહિતે 11 ઇનિંગ્સમાં 152.28 ના સ્ટ્રાઇક રેટ અને 30 ની સરેરાશથી 300 રન બનાવ્યા છે. 38 વર્ષીય ઓપનર હજી પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે ટોચના ક્રમમાં સારું રમી રહ્યો છે. હવે 21 મેના રોજ દિલ્હી કૅપિટલ્સ સામે ઘરઆંગણે મૅચ રમવાની ફરી શરૂ કરવા માટે તૈયાર છે. બધા ફોર્મેટમાં, રોહિતનો વારસો લેજન્ડથી ઓછો નથી. લગભગ 20,000 આંતરરાષ્ટ્રીય રન અને 49 સદીઓ સાથે, જેમાં 264 નો સૌથી વધુ વ્યક્તિગત ODI સ્કોરનો સમાવેશ થાય છે, તેની સફર વિસ્ફોટક પ્રતિભા અને ટકાઉ સુસંગતતાનું મિશ્રણ રહી છે.

rohit sharma wankhede viral videos cricket news indian cricket team