06 April, 2026 09:30 PM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના બૅટર અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હૅનરિક ક્લાસેને ટીમ સાથે હૈદરાબાદી બિરયાની ખાવાનો આનંદ માણ્યો હતો. જોકે આ દરમિયાન તે રડી પડ્યો હોવાનું જાણવા મળ્યું. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કેમ રડી રહ્યો છે? બિરયાની ખાધા પછી ક્લાસેન રડતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હૅનરિક હૈદરાબાદી બિરયાનીનો આનંદ માણવાનો પ્રયાસ કરી રહ્યો છે, જોકે, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર આ પાર્ટીમાં એક અલગ જ ઘટનાને લીધે ચર્ચામાં આવ્યો.
આ વીડિયો SRH ના ખેલાડી નીતિશ કુમાર રેડ્ડીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કૅપ્શન સાથે શેર કર્યો હતો, "તે ફક્ત અહીં જ સંઘર્ષ કરે છે." વીડિયોમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો કૅપ્ટન ઇશાન કિશન અને હૅનરિક ક્લાસેન હૈદરાબાદ બિરયાની ખાઈ રહ્યા છે તે બતાવવામાં આવ્યું છે.
થોડી વાર બિરયાની ખાદ્યા પછી, ક્લાસેન પરસેવો થાય છે અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. એવો અનુમાન છે કે તેને બિરયાની ખૂબ મસાલેદાર અને તીખી લાગી હશે. તે રૂમાલ લે છે અને પોતાનો પરસેવો અને આંસુ લૂછે છે. જોકે, ઇશાન કિશન અને અન્ય ખેલાડીઓ મજાની ક્ષણનો આનંદ માણતા જોવા મળે છે અને ઇશાન કિશન ક્લાસેનની બાજુમાં બેસીને હસતો અને તેની પ્રતિક્રિયાનો આનંદ માણતો જોવા મળે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર થઈ રહ્યો છે અને એક યુઝરે આ વીડિયોને કૅપ્શન સાથે શૅર લખ્યું છે, "હૅનરિક ક્લાસેન અને ઈશાન કિશન હૈદરાબાદ બિરયાની ખાઈ રહ્યા છે. ક્લાસેન માટે ખૂબ જ મસાલેદાર!"
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મૅચ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના વાઇસ-કૅપ્ટન અભિષેક શર્માને મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે મેદાન પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને IPLની કલમ ૨.૩નું ઉલ્લંઘન કર્યું હતું. અભિષેક શર્માએ એ મૅચમાં ૪ ફોર અને ૪ સિક્સરની મદદથી ૨૧ બૉલમાં ૪૮ રનની ઇનિંગ્સ રમી હતી. કૅચઆઉટ થયા બાદ નિરાશા વ્યક્ત કરતા સમયે તેણે શિસ્તભંગ કરતું વર્તન કર્યું હતું. તેને મૅચ-ફીના પચીસ ટકાનો દંડ ફટકારીને એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 100 સિક્સર ફટકારનાર પહેલો ભારતીય બન્યો અભિષેક શર્મા. ડેવિડ વૉર્નરે ટોટલ ૧૪૩ સિક્સર ફટકારી હતી.